mahadev temple, nashik the old herotage temple where nandi statue not established in temple know the history
શિવ મંદિર /
દેશનું એકમાત્ર શિવ મંદિર જ્યાં નંદી વિના બિરાજમાન છે ભગવાન શિવ જાણો શું છે ઈતિહાસ ?
Team VTV06:39 PM, 23 May 22
| Updated: 03:15 PM, 24 May 22
નંદીને ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે. આ કારણે દરેક મંદિરમાં નંદીની પ્રતિમા સ્થાપિત હોય છે, પરંતુ ભારતમાં એકમાત્ર શિવ મંદિર છે, જ્યાં નંદી બિરાજમાન નથી.
મહારાષ્ટ્રના નાશિક શહેરમાં આવેલું છે કપાળેશ્વર મહાદેવનું મંદીર
મંદીર સાથે જોડાયેલી છે પૌરાણિક માન્યતા
આ મંદિરમાં શિવની સાથે નંદી નથી.
નંદીને ભગવાન શિવના ભક્ત માનવામાં આવે છે, આ કારણે જ્યાં પણ શિવ મંદિર હોય છે ત્યાં નંદી બિરાજમાન હોય છે. સામાન્ય રીતે મોટાભાગના શિવ મંદિરમાં શિવલિંગની સિવાય નંદીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે છે. મોટાભાગના શિવ મંદીરોમાં ભગવાન શિવની સાથે તેમના પરમ ભક્ત નંદી પણ હોય છે. પરંતુ ભારતનું એકમાત્ર શિવ મંદીર એવું છે જ્યાં નંદી બિરાજમાન નથી. આવો જાણીએ આ શિવ મંદિર વિશે જ્યાં નંદી બિરાજમાન નથી.
અહિં છે નંદી વિના ભગવાન શિવ
મહારાષ્ટ્રનું નાસિક શહેરના કુંભમેળા ના કારણે પ્રસિદ્ધ છે. આ સિવાય તે એક અન્ય કારણથી પણ પ્રસિદ્ધ છે. અહિં ગોદાવરી નદીના તટ પર કપાળેશ્વર મહાદેવનું મંદિર છે. આ એકમાત્ર એવું શિવ મંદિર છે જ્યાં ભગવાન શિવનું વાહન નંદી સ્થાપિત નથી. પૌરાણિક માન્યતા છે કે આ મંદિરમાં કોઈ સમયે ભગવાન શિવે નિવાસ કર્યો હતો. દ્વારા
મંદિરમાં કેમ નથી નંદીની ઉપસ્થિતિ
માન્યતા છે કે કોઈ સમયે બ્રહ્માદેવના 5 મુખ હતા. જેમાંથી ચાર મુખ વેદની ઋચાઓનો પાઠ કરતા હતા અને પાંચમું મુખ નિંદા કરતું હતું. કહેવામાં આવે છે કે નિંદાવાળા મુખથી ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા અને તેમણે તે મુખને બ્રહ્માજીના શરીરથી અલગ કરી દીધુ. જેના કારણે ભગવાન શિવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.
માન્યતા છે કે બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન બ્રહ્માંડમાં અલગ-અલગ જગ્યાએ ફરવા લાગ્યા, પરંતુ કોઈ ઉપાય ન મળ્યો. તે જ ક્રમમાં શિવજી જ્યારે સોમેશ્વરમાં બેઠા હતા ત્યારે એક વાછરડા દ્વારા તેમને પાપથી મુક્તિનો ઉપાય બતાવવામાં આવ્યો. કહેવામાં આવે છે કે તે વાછરડું નંદી જ હતા. જ્યારે ભગવાન શિવની સાથે ગોદાવરીના રામકુંડ સુધી ગયા અને કુંડમાં સ્નાન કરવા માટે કહ્યું. સ્નાન પછી ભગવાન શિવને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી.
માન્યતા છે કે નંદીના કારણે જ ભગવાન શિવને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી શકી, આ કારણે નંદીને ગુરુ માન્યા અને શિવલિંગના રુપમાં સ્થાપિત થઈ ગયા. કેમકે ત્યાં નંદી ભગવાન શિવના ગુરૂ બની ગયા હતા, આ કારણે શિવજી નંદીને પોતાની સામે સ્થાપિત થવાની ના પાડી દીધી. કહેવામાં આવે છે કે ત્યારથી કપાળેશ્વર મંદિરમાં નંદી વિના શિવજી સ્થાપિત છે.