મહાભારતમાં શકુની મામાનો કિરદાર નિભાવવાવાળા મશહૂર એકટર ગૂફી પેન્ટલનું નિધન થઈ ગયું છે. ગૂફી પેન્ટલે 78 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. જણાવી દઈએ કે આ વાતની જાણકારી એમના ભત્રીજા હિતેન પેંટલે તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.
ગૂફી પેન્ટલ છેલ્લા ઘણા સમયથી બીમારીમાં સપડાયા છે અને છેલ્લા થોડા દિવસોથી એમની હાલત વધુ ખરાબ થઇ ચૂકી છે. થોડા દિવસ પહેલા ટીવી એક્ટ્રેસ ટીના ઘાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ગૂફી પેન્ટલની હાલત અંગે માહિતી આપી હતી. ટીના ઘાઇએ પોતાના ઇંસ્ટાગ્રામ પર ગૂફી પેન્ટલની એક તસવીર શેર કરી તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. અભિનેત્રીએ લખ્યું કે ગૂફી પેન્ટલજી મુશ્કેલીમાં છે, પ્રાર્થના કરો. ઓમ સાઇ રામ પ્રેયર્સ, પ્રેયર્સ ફોર હીલિંગ, પ્રેયર્સ નીડેડે. તો ટીના ઘાઇની આ પોસ્ટ બાદ તમામ ફેન્સ કોમેન્ટ બોક્સમાં વેટરન એક્ટર ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
શકુની મામાના રોલને કારણે લોકોના માનસ પર યાદ
ગૂફી પેન્ટલના કરિયરની વાત કરીએ તો તેઓએ 1980ના દશકમાં અનેક ફિલ્મોમાં કામ કર્યુ. તો તેઓ ટીવી સીરિયલ્સમાં પણ નજર આવ્યા. જો કે તેઓને બી.આર. ચોપડાની સીરિયલ મહાભારતમાં શકુની મામાનો રોલ મળ્યો અને તેમને અલગ ઓળખ મળી હતી. આજે પણ શકુની મામાના રોલને લોકોના માનસ પર યાદ છે. તમને જણાવી દઇએ કે ગૂફી પેન્ટલ એક્ટર બન્યા પહેલા એન્જીનિયર હતા.