માલ્યાના નિવેદન પર મહાભારત, વિપક્ષના કેન્દ્ર સરકાર પર પ્રહાર

By : vishal 10:01 PM, 12 September 2018 | Updated : 10:01 PM, 12 September 2018
લંડનમાં વીજય માલ્યાએ કરેલા ખુલાસા બાદ વિપક્ષને કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમને લાગે છે કે, આ એક ઔપચારીક મુલાકાત છે તેથી આ મુલાકાત મામલે પણ સ્પષ્ટીકરણ ખુબજ જરૂરી છે. 

તો બીજી તરફ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સિતારામ યેચુરીએ નિવેદન આપતા જણાવ્યું કે, અમને પહેલા સરકારની નીતિઓ સામે માત્ર શંકા હતી હવે વિશ્વાસ છે, તેથી ગંભીર ઘટના મામલે જીણવટભેર તપાસ થવી જોઈએ. 

તમને જણાવી દઇએ કે, 9000 કરોડ રૂપિયાની દેવાના મામલામાં ભારતથી ભાગી ગયેલા શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના મામલામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા છે.

માલ્યાએ કહ્યું કે, ''તેઓ ભારત છોડ્યા પહેલા નાણામંત્રીને મળીને આવ્યા હતા.'' માલ્યાએ કહ્યું, ''તેઓ સેટલમેન્ટને લઈને નાણામંત્રીને મળ્યા હતા, બેંકોએ મારા સેટલમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા છે.''

મહત્વનું છે કે લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઈની આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવાનો વીડિયો રજૂ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, માલ્યાએ કહ્યું હતું કે, ભારતીય જેલોની સ્થિતિ ખરાબ છે, તેથી તેને ભારતને સોંપવામાં ન આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટે ભારતીય અધિકારીઓને જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું''

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  



Recent Story

Popular Story