ધર્મ /
આજે માઘી પૂર્ણિમા: ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, ઘરમાં દરિદ્રતાના પ્રવેશની છે માન્યતા
Team VTV11:48 AM, 05 Feb 23
| Updated: 11:58 AM, 05 Feb 23
આજે માઘ પૂર્ણિમા છે. માન્યતા છે કે આજના દિવસે આપણે ભૂલથી પણ 5 કાર્ય ના કરવા જોઈએ નહીંતર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી નારાજ થાય છે, જેનાથી પરિવારની બરબાદીના રસ્તા ખુલી જાય છે.
આજે માઘ પૂર્ણિમા
આજના દિવસે ભૂલથી પણ 5 કાર્ય ના કરવા જોઈએ
નહીંતર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી નારાજ થાય છે
આજે માઘ પૂર્ણિમા, ભૂલથી પણ આ કાર્ય ન કરવા
આજે માઘ પૂર્ણિમા છે. કહેવાય છે કે આજના દિવસે દેવી-દેવતા ધરતી પર વિચરણ કરવા માટે આવે છે. આ વર્ષે માઘ પૂર્ણિમા 4 ફેબ્રુઆરીની રાત્રે 9:29 વાગ્યાથી લઇને 5 ફેબ્રુઆરીની રાત્રે 11:58 વાગ્યા સુધી છે. આ વખતે માઘ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધી યોગ સહિત 4 શુભ યોગ પણ બની રહ્યાં છે. આ દિવસે માં ગંગામાં સ્નાન કરવુ, પૂજા પાઠ કરવો અને જરૂરીયાતમંદોને દાન આપવુ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી બધા દેવી-દેવતાઓનો આશીર્વાદ મળે છે અને વ્યક્તિનુ જીવન સફળ થાય છે. આ દિવસે 5 કાર્યોને કરવામાં આવતા નથી.
માઘ પૂર્ણિમા 2023 પર શું ન કરતા?
ગાયોમાં બધી દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે. ગૌવંશની સેવા કરવાથી શુભ લાભ પ્રાપ્ત થાય છે. તેથી માઘ પૂર્ણિમા સહિત કોઈ પણ દિવસે ગાયોને ક્યારેય ધુત્કારવી ના જોઈએ અને મારવી પણ ના જોઈએ. આમ કરવાથી કષ્ટ ભોગવવા પડે છે.
ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો અનાદર ના કરો
માઘ પૂર્ણિમાએ તમારા કોઈ પણ કાર્યથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો અનાદર ના કરો. આમ કરવાથી દુ:ખને નિમંત્રણ આપવા જેવુ હોય છે. તેથી પ્રયાસ કરો કે તમારાથી ભૂલથી પણ આવી કોઈ ભૂલ ના થાય.
આ દિવસે મોડે સુધી ઊંઘવુ અયોગ્ય માનવામાં આવે છે. તમે જલ્દી ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુનુ ધ્યાન ધરો. ત્યારબાદ સૂર્યોદય થતા સૂર્યને પાણી ચઢાવો અને જરૂરીયાતમંદોને દાન આપો. આમ ન કરતા પરિવાર પર મુશ્કેલીઓ આવવાની શરૂ થાય છે.