MADHYAPRADESH KHARGONE FATHER AND SON DROWN IN NARMADA TO SAVE DOG
નસીબ કા ખેલ /
શ્વાનને બચાવવા નર્મદામાં કૂદ્યું પરિવાર, પિતા-પુત્રની થઈ ગઈ મોત, ડોગ તરીને આવી ગયું બહાર
Team VTV05:58 PM, 28 Mar 23
| Updated: 07:01 PM, 28 Mar 23
રવિવારે ડૂબતાં કૂતરાંને બચાવવા પત્ની સપનાં પાણીમાં કૂદી અને પાછળ પતિ અને પુત્ર પણ કૂદ્યાં. છેલ્લે પતિ અને પુત્રનું કરુણ મોત થયું. જાણો શું છે સમગ્ર ઘટના.
કૂતરાને ડૂબતાં બચાવવા સપનાંએ પણ માર્યો કૂદકો
નર્મદામાં નદીમાં પત્ની બાદ પતિ અને પુત્ર પણ કૂદ્યા
કૂતરું અને સપનાં તરીને બહાર આવ્યાં, પતિ-પુત્રનું થયું મોત
મધ્યપ્રદેશનાં ખરગોનમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. એક વ્યક્તિ અને તેના પુત્રની પત્ની અને પાલતૂ કૂતરાંને બચાવવાનાં પ્રયત્નમાં નર્મદા નદીમાં ડૂબવાથી મોત થયું છે. પોલીસનાં એક અધિકારીએ સોમવારે જાણકારી આપતાં કહ્યું કે નદીનાં સહસ્ત્રધારા વિસ્તારમાં કૂતરો ગયો અને તેની માલકિન સપનાં સિંહ તેને બચાવવા માટે નદીમાં કૂદી ગઈ હતી. ત્યાર બાદ સપનાનો પતિ અમનસિંહ કંવર અને તેમનો દીકરો રુદ્રાક્ષ પણ તેને બચાવવા નદીમાં કૂદી ગયાં.દુ:ખની વાત તો એ છે કે અમનસિંહ કંવર અને રૂદ્રાક્ષનું કરુણ મોત થયું છે.
શવને કાઢવામાં આવ્યાં પાણીની બહાર
પોલીસે જણાવ્યું કે રવિવારે બનેલી આ ઘટનામાં સપનાં અને કૂતરું તરીને બહાર આવી ગયું જ્યારે કંવર અને પુત્ર રુદ્રાક્ષનું ડૂબવાને કારણે કરુણ મોત થયું છે. મહેશ્વર સ્ટેશનનાં પ્રભારી પંકજ તિવારીએ કહ્યું કે' શવોને બહાર નિકાળી દેવામાં આવ્યાં છે અને ઘટનાની આગળ તપાસ ચાલુ છે.'
યૂપીમાં શ્વાને બાળકીને પકડી
યૂપીનાં ગ્રેટર નોઈડામાં કૂતરાંઓનો આતંક વધી ગયો છે. ચાર દિવસ પહેલાં અહીં એક ઘરની બહાર રમી રહેલી દોઢ વર્ષીય બાળકીને એક શ્વાને ઘસેડી લીધી. નસીબની વાત તો એ છે કે દાદાએ આ સમયે જોઈ લીધું અને જીવને જોખમમાં મૂકીને બાળકીનો જીવ બચાવ્યો. આ સમયે દાદા રોડ પર પડી ગયાં અને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયાં.