બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Madhya Pradesh's Sehore district Congress president dies of heart attack

ચૂંટણી / પરિણામ જોઇને મતગણના કેન્દ્ર પર જ કોંગ્રેસ જિલ્લાધ્યક્ષનું હાર્ટ અટેકથી મોત

vtvAdmin

Last Updated: 01:04 PM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના સીહોરમાં એક મતગણના કેન્દ્ર પર સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું. જાણવા મળી રહ્યું છે કે રતન સિંહ ઠાકુર મતગણના કેન્દ્ર પર વોટોની ગણતરી કરવા પહોંચ્યા હતા, પરંતુ અચાનક તે બેભાન થઇ ગયા.

મતગણના કેન્દ્ર પર હાજર લોકોએ જણાવ્યું કે સીહોર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રતન સિંહ ઠાકુર પોતાના સાથીઓની સાથે મતગણના કેન્દ્ર પર આવ્યા હતા. ત્યારે જ પરિણામ જોઇને બેભાન થઇને ખુરશી પર પડ્યા. એમને તત્કાળ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યાં તેમનું મોત થઇ ગયું. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનું કાઉન્ટિગ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખાસ કરીને ભાજપ મોટી જીત તરફ છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતા હારતા જોવા મળી રહ્યા છે. 

2014ની લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં ભાજપે મોટી બાજી મારી હતી. અહીંયાની 29 લોકસભા સીટોમાંથી 27 સીટો પર ભાજપે કબ્જો કર્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 2 સીટો પર જ જીતી શકી હતી. 

જો કે મોદી લહેર હોવા છતા મધ્ય પ્રદેશની ગુના અને છિંદવાડા સીટ ભાજપ કોંગ્રેસ પાસેથી છીનવી શકી નહતી. પરંતુ આ વખત કોંગ્રેસની બચેલી સીટો પણ જતી જોવા મળી રહી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Election 2019 Madhya Pradesh Ratan Singh Thakur congress national Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ