બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Madhya Pradesh's Bhind sp said cannabis is sold online using Amazon

પર્દાફાશ / સુરત: હર્બલ કંપનીની આડ લઈ એમેઝોનથી ગાંજાની ડિલિવરી..! આરોપીઓના ખુલાસાથી પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

Vishnu

Last Updated: 10:33 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશની ભીંડ પોલીસે ઝડપેલા શખ્સની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, સુરતથી 1 ટન ગાંજો મધ્ય પ્રદેશ પહોંચ્યો

 • એમેઝોન દ્વારા પણ નશાનો વેપાર
 • ઓનલાઇન ગાંજાની ડિલિવરી સામે આવી
 • સુરતથી 1 ટન ગાંજો મધ્ય પ્રદેશ પહોંચ્યો

ગુજરાત જાણે નશાના કાળા કારોબારીઓનું હબ બની ગયું છે. દરિયાઈ માર્ગથી ડ્રગ્સ ઘૂસાડવાના અનેક મામલા સામે આવી રહ્યા છે. ક્યાંક 300 કરોડનું તો ક્યાંક 600 સુધીનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ચસર ગાંજાની પણ મહત્વની સપ્લાઈ ચેનના મોટા પર્દાફાશ થયા છે ત્યારે વધુ એક મોટો ઘટસ્ફોટ મધ્યપ્રદેશની ભીડ પોલીસે કર્યો છે. એમેઝોન દ્વારા ગાંજાના જથ્થાના સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ થતાં ખળભળાટ મચ્યો છે.

સુરતથી દેશભરમાં એમેઝોન સાઈટ પર હર્બલ કંપનીના નામે કરતાં ગાંજાનો સપ્લાય
જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો મધ્યપ્રદેશના ભીંડ જિલ્લા પોલીસે ગાંજાના રેકેટને ઉજાગર કર્યુ હતું જેમાં આરોપીના રિમાન્ડ દરમિયાન ભીંડ પોલીસે ઝડપેલા શખ્સની પૂછપરછ કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા આરોપીએ સુરતથી એમેઝોન દ્વારા સમગ્ર દેશમાં ગાંજાની સપ્લાઈનો થતી હોવાની વાત કહેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ભીંડના સ્થાનિકને આંધ્રપ્રદેશના વિઝાગથી ગાંજો પર્સલ કરાયો હતો. જે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો. જેમાં ભીંડ પોલીસે ભીંડ, વિઝાગ અને હરિદ્વારથી 3 શખ્સોની અટકાયત કરી હતી.

મધ્યપ્રદેશના ભીડ SPનું મહત્વનું નિવેદન
પોલીસ પૂછપરછમાં આરોપીઓ  ભાગી પડ્યા હતા. ભીંડ SPના દાવા અનુસાર બાબુ ટેક્સટાઇલના નામે ઓનલાઇન ગાંજો સપ્લાય થતો હતો, ટેક્સટાઇલ અને હર્બલ દવાના પાર્સલના નામે એમેઝોન સાઈટનો ઉપયોગ કરી ગાંજાને સમગ્ર દેશમાં પહોંચાડાતો હતો. વધુમાં ઓનલાઇન ગાંજાના વેચાણ પર ભીંડના SPએ નિવેદન આપતા કહ્યું છે કે સુરતની એક હર્બલ કંપનીની પ્રોડક્ટની આડમાં ગાંજાનું વેચાણ થતું હતું,આથી બાબુ ટેક કંપની અને એમેઝોનનો બંનેનો ખુલાસો લેશું, સુરતમાંથી ચાર મહિનામાં 1 ટન ગાંજો મધ્ય પ્રદેશ પહોંચ્યો છે અને આ તમામ ગાંજો એક શખ્સ દ્વારા જ પહોંચાડવામાં આવ્યો છે.

VTV ગુજરાતીના સળગતા સવાલ

 • ટેક્ષટાઇલ કંપની કેમ હર્બલ પ્રોડક્ટ વેચતી હતી ?
 • એમેઝોને કેમ મુદ્દામાલની ખરાઇ ન કરી ? 
 • ચાર મહિનામાં સુધી વેચાણ થયું છતાં એમેઝોને કેમ ખબર ન થઇ ? 
 • એમેઝોનની વિશ્વસનીયતા કેટલી ? 
 • દેશ વિરોધી તત્વોની શું આ નવી MO છે ?
 • શું આવી બીજી કંપનીઓ પણ વેચાણ કરતી હશે ?
 • એમેઝોન પર કાર્યવાહી થશે ?
   

સંકળાયેલા મુદ્દાઓ

Bhind sp Herbal Company Madhya Pradesh amazon cannabis એમઝોન ગાંજો ગાંજો ડિલિવરી ભીંડ SP મધ્ય પ્રદેશ હર્બલ કંપની Amazon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ