બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:52 PM, 13 January 2025
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસ્તી નિયંત્રણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો ચલાવી રહી છે. વસ્તી નિયંત્રણ માટે લોકોને પ્રોત્સાહિત કરવા. વસ્તી નિયંત્રણના પગલાં અપનાવવા માટે પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા હોવા છતાં, મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા બોર્ડના અધ્યક્ષે વસ્તી વધારવા માટે ઈનામની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના પરશુરામ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પંડિત વિષ્ણુ રાજોરિયાએ ખુબજ આશ્ચર્યજનક જાહેરાત કરી છે. તેમણે ચાર બાળકોનો નિર્ણય લેનારા યુવા બ્રાહ્મણ યુગલોને 1 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. રાજોરિયા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવે છે.
ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધતા રાજોરિયાએ કહ્યું કે દેશમાં વિધર્મીઓની સંખ્યા વધી રહી છે કારણ કે આપણે મોટાભાગે આપણા પરિવારો વધારવા પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. તેમણે કહ્યું કે તેમને યુવાનો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આપણે વૃદ્ધ લોકો પાસેથી બહુ અપેક્ષા રાખી શકતા નથી. રાજોરિયાએ જણાવ્યું હતું કે ભાવિ પેઢીની સુરક્ષાની જવાબદારી તમારી છે. આજના યુવાનો સ્થાયી થઈ જાય છે અને સંતાન પ્રાપ્તિ પછી કુટુંબ આગળ વધારવાનું બંધ કરે છે. આ ખૂબ જ ચિંતાજનક છે.
ADVERTISEMENT
રાજોરિયાએ કહ્યું, "હું આગ્રહ કરું છું કે તમારે ઓછામાં ઓછા ચાર બાળકો હોવા જોઈએ." ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે પરશુરામ કલ્યાણ બોર્ડ ચાર બાળકો ધરાવતા યુગલોને 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે
રાજોરિયાએ કહ્યું કે યુવાનો તેમને વારંવાર કહે છે કે શિક્ષણ હવે ખૂબ મોંઘું થઈ ગયું છે. આ અંગે તેમણે કહ્યું કે ખર્ચો વધશે ઘટશે, આપણે થોડા ઓછામાં જીવન ગુજારી લઇશું પરંતુ સંતાન પ્રાપ્તિમાં પાછળ નહી રહીએ. જો તમે આમ નહીં કરો તો વિધર્મીઓ આ દેશ પર કબજો કરી લેશે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં આવેલી આ સાધ્વી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ, સન્યાસી બનવાનું જણાવ્યું કારણ, જુઓ વીડિયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.