madhya pradesh indira dam affected sardar sarovar dam overflow 52 village on alert
નર્મદા ડેમ /
મ.પ્રદેશના ઈન્દિરાસાગર ડેમમાં પાણી છોડાતા સરદાર સરોવર છલોછલ, નદીકાંઠાના ગામોમાં ઘુસ્યા પાણી
Team VTV09:52 AM, 30 Aug 20
| Updated: 09:55 AM, 30 Aug 20
મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. આ ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યુ છે.ચાંદોદ અને ગોરા ગામમાં મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગોરા બ્રિજ પાસે હનુમાન મંદિરમાં પાણી ભરાઇ ગયા છે.
મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ
ઇન્દિરાસાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા
ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવશે
નર્મદા નદી પાણી પાણી થઈ છે. મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા છે. આ ડેમનું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યુ છે. વિપુલ માત્રામાં પાણી સાથે ઇન્દિરા સાગર ડેમનો અદભુત નજારો પણ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થતાં તમામ ડેમો ભરાઈ ગયા છે.
ગોરા બ્રિજ પાસે હનુમાન મંદિરમાં પાણી ભરાઇ ગયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 130.80 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં 10.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમના 23 ગેટ ખોલી અને 8.24 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ચાંદોદ અને ગોરા ગામમાં મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગોરા બ્રિજ પાસે હનુમાન મંદિરમાં પાણી ભરાઇ ગયા છે.
ભરૂચના ફુરજા બંદર સુધી નદીના પાણી ફરી વળ્યા
ભરૂચમાં નર્મદા નદીમાં જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. ભરૂચના ફુરજા બંદર સુધી નદીના પાણી ફરી વળ્યા છે. નર્મદા નદીમાં પાણીની આવક યથાવત છે. હાલ સરદાર સરોવર ડેમમાંથી 8.24 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.