બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : લાઈટ જતાં ફ્રિજમાંથી બહાર આવી પિંકી પ્રજાપતિની લાશ! કિસ્સો જાણીને હાર્ટ ફેલ થઈ જશે
Last Updated: 05:43 PM, 11 January 2025
મધ્યપ્રદેશના દેવાસમાં પરણેલા પ્રેમી સાથે રહેતી પિંકી પ્રજાપતિ નામની યુવતીની ઘાતકી હત્યા તેના પ્રેમી સંજય પાટીદારે કરી હતી અને ફ્રિજમાં લાશ સંતાડી દીધી હતી, લગભગ એક વર્ષ પહેલાં સંજયે પિંકીને મારીને લાશ ફ્રિજમાં છુપાવી દીધી હતી, આમ તો લાશ કદી બહાર ન આવેત કારણ કે ફ્રિજ સતત ચાલુ રહેતું હતું તેથી તેમાંથી દુર્ગંધ આવતી નહોતી પરંતુ એક દિવસ લાઈટ જતાં માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવતાં લાશનો ભેદ સામે આવી જતાં હડકંપ મચ્યો હતો.
ADVERTISEMENT
Woman’s Body Found in Fridge After 9 Months in MP
— Sneha Mordani (@snehamordani) January 11, 2025
1. A tragic love story turned deadly as Sanjay Patidar killed his 5-year live-in partner, Pinki Prajapati, over marriage pressure.
2. Pinki's body was hidden in a fridge for 9 months, with no one suspecting anything.
3. A power… pic.twitter.com/Aj6MyQJIKj
લાઈટ જતાં ફ્રિજ બંધ થયું અને દુર્ગંધ આવતાં મામલો સામે આવ્યો
ADVERTISEMENT
ઉજ્જૈનના મૌલાના ગામનો સંજય પાટીદાર તેની લિવ-ઈન પાર્ટનર પ્રતિભા ઉર્ફે પિંકી પ્રજાપતિ સાથે ધીરેન્દ્ર શ્રીવાસ્તવના ઘરે જુલાઈ 2023થી રહેતો હતો. સંજયે જૂન 2024માં ઘર ખાલી કર્યું હતું, પરંતુ તેણે ઘરના બે રૂમ ખાલી કર્યા ન હતા. મકાનમાલિકને કહ્યું કે મેં કેટલીક વસ્તુઓ રાખી છે અને પછી આવીને લઈ જઈશ. તે ઈન્દોરમાં રહેતા મકાનમાલિકને તેનું ભાડું ઓનલાઈન ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પાવર કટ થયા પછી ફ્રીજ બંધ થઈ જતાં દુર્ગંધ આવવા લાગી હતી. આ પછી નવા ભાડૂઆતે મકાન માલિકને બોલાવીને ફ્રિજ ખોલતાં અંદરથી પિંકીની લાશ મળી આવી હતી જે પછી પોલીસને બોલાવાઈ હતી.
પિંકીનો લેવાય તેટલો ગેરલાભ લીધો, લગ્નની વાત આવતાં કરી હત્યા
હકીકતમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેલી પિંકી પ્રજાપતિએ સંજયને લગ્ન માટે દબાણ કર્યું હતું આથી તંગ આવીને સંજય પાટીદારે તેના મિત્રનો સાથ લઈને હત્યા કરીને લાશ ફ્રિજમાં છુપાવી દીધી હતી. હત્યા સમયે પિંકીએ સાડી પહેરી હતી. પરણેલા સંજયે પિંકીનો લેવાય તેટલો લાભ લીધો હતો, પરંતુ પિંકી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો અને જ્યારે દબાણ થયું ત્યારે તેણે પિંકીનો કાંટો કાઢી નાખ્યો હતો.
પિંકી ગાયબ થઈ જતાં સંજય પાટીદારે શું બહાનું કાઢ્યું
લોકોને એ વાતની ખબર હતી કે સંજય અને પિંકી લિવ ઈનમાં રહે છે, તેથી જ્યારે પિંકી ગાયબ માલૂમ પડી ત્યારે પૂછપરછ કરતાં સંજયે એવું બહાનુ કાઢ્યું કે તેની માતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી તે ઘેર ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.