બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 5-5 પત્ની તોય દર વર્ષે પતિ કરે છે ફરી લગ્ન, રડતા રડતા પહેલી પત્નીએ હવે જણાવી પતિની નવી ઈચ્છા!

લો બોલો! / 5-5 પત્ની તોય દર વર્ષે પતિ કરે છે ફરી લગ્ન, રડતા રડતા પહેલી પત્નીએ હવે જણાવી પતિની નવી ઈચ્છા!

Last Updated: 01:19 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Gwalior: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલાએ પોતાના જ પતિ પર પાંચ લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ દર વર્ષે નવા લગ્ન કરે છે. પતિ વિરૂદ્ધ તેણે વર્ષ 2022માં કેસ નોંધાવ્યો હતો.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલાએ પોતાના જ એન્જિનિયર પતિ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડીએસપી પાસે મદદ માંગતા તેણે કહ્યું મારો પતિ દર વર્ષે નવી દુલ્હન સાથે લગ્ન કરી રહ્યો છે. અત્યાર સુધી તે પાંચ લગ્ન કરી ચુક્યો છે. તેના સામે મેં કેસ પણ નોંધાવ્યો છે.

couple-mrg

પરંતુ હજુ સુધી પોલીસે તેની ધરપકડ નથી કરી. હવે પતિ વિદેશ ભાગવાની તકમાં છે. મહિલાએ પોતાની આપવિતી સંભળાવતા ડીએસપીએ પોલીસને મામલામાં એક્શન લેવાના આદેશ આપ્યા છે.

પોલીસ સ્ટેશન પહોંચી મહિલા

પીડિત મહિલાનું નામ મમતા જમરા છે. તે ગુરૂવારે એસપી ઓફિસ પહોંચી. તેણે રડતા રડતા ડીએસપીને પોતાની આપવિતી સંભળાવી. તેણે જણાવ્યું મારા લગ્ન 23 મે વર્ષ 2018માં મુરાર તિકોનિયા નિવાસી રમેશ સિંહ શેખરના દિકરા રૂસ્તમ સિંહ શેખર સાથે થયા હતા.

લગ્ન બાદ પતિ અને સાસરીયા મને દહેજ માટે હેરાન કરતા હતા. હું બધુ સહન કરતી રહી એમ વિચારીને કે પતિ સુધરી જશે. પરંતુ જ્યારે પતિ અને સાસરીયા ન સુધર્યા તો મેં તેમના સામે 2022માં કેસ નોંધાવ્યો. તે કેસ હજુ કોર્ટમાં શરૂ નથી થયો.

PROMOTIONAL 13

મોટાભાગે ઘરથી બહાર રહેતો હતો પતિ

ફરિયાદી મહિલાએ પતિ પર આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી તેનો સોફ્ટવેર એન્જિનિયર પતિ કંપનીના કામની વાત કહીને મોટાભાગે ઘરેથી ગાયબ જ રહેતો હતો. એવામાં જ્યારે તેણે તપાસ કરી તો ખબર પડી કે પતિના અનેક અફેર ચાલી રહ્યા છે.

mrg-7.jpg

તેના બાદ તો તેનાથી પણ વધારે ચોંકાવનારી ખબર સાંભળવા મળી. પતિ પોતાના હાઈ પ્રોફાઈલ સ્ટેટસનો હવાલો આપતા દર વર્ષે નવા લગ્ન કરતો. આ બધુ જાણીને તેના પગ નીચેથી જમીન શરકી ગઈ.

વધુ વાંચો: 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ, જાણો કયા નોરતે મા દુર્ગાના કયા સ્વરૂપની પૂજા કરવી

ડીએસપીએ આપ્યા આ આદેશ

ડીએસપીને મહિલાને જણાવ્યું કે હવે મારે પતિ વિદેશ ભાગવાના પ્રયત્નમાં છે. હું ઈચ્છુ છું કે તેનો પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ જપ્ત કરી લેવામાં આવે. મને આ મામલામાં બસ ન્યાય જોઈએ છે બીજુ કંઈ નહીં. ડીએસપી કિરણ અહિરવારે મહિલાની વાત સાંભળીને પોલીસને આદેશ આપ્યા કે આરોપીના સામે એક્શન લેવામાં આવે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Marriage Gwalior
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ