મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જામ્યો હતો. બે તબક્કામાં થયેલી ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે.
મધ્ય પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા
બે તબક્કામાં યોજાઈ હતી આ ચૂંટણી
આજે બીજા તબક્કાનું પરિણામ જાહેર થયું
મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્યમાં થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સેમિફાઈનલ માનવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ એ બતાવે છેે કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે. જોવા જોઈએ તો, કેટલીય જગ્યા પર કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી છે અને કેટલીય જગ્યા પર તો રીતસરની હાર આપી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ અહીં એન્ટ્રી મારી છે.
16 કોર્પોરેશન સીટ પર ચૂંટણી, આજે બીજા તબક્કાની ગણતરી
મધ્ય પ્રદેશ મ્યૂનિસિપલ કોર્પોરેેશનની 16 નગર નિગમમાં પરિણામ સામે આવી ગયા છે. ભાજપે ગત વખતના ટક્કરમાં આ વખતે 7 નગર નિગમ ખોઈ દીધી છે. આ વખતે ગ્વાલિયર, જબલપુર, રીવા, છીંદવાડા અને મુરૈનામાં કોંગ્રેસને જીત મળી છે. જ્યારે કટનીમાં અપક્ષ ઉમેદવાર અને સિંગરૌલીમાં આપ પાર્ટીના મેયરે જીત મેળવી છે. બીજા તબક્કામાં થયેલી 5 નગર નિગમની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર મળી છે. જેમાં દેવાસ અને રતલામમાં ભાજપે જીતી છે, તો રીવા અને મુરૈના પર કોંગ્રેસે કબ્જો કર્યો છે, જ્યારે કટનીમાં અપક્ષ ઉમેદવારે જીત નોંધાવેલી છે.
બીજા તબક્કામાં આજે મતની ગણતરી થઈ ત્યારે પરિણામો સામે આવ્યા હતા કે, ભાજપે 16માંથી 7 મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ ખોવાનો વારો આવ્યો છે. ગત વખતે 16 નગર નિગમ પર ભાજપનો કબ્જો હતો. પણ આ વખતે 7 સીટનું નુકસાન થયું છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 સીટ ગઈ છે. મધ્ય પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માનું માનવું છે કે, આ ભાજપની હાર છે, રીવા, કટની,મુરૈના પણ હાથમાંથી નિકળી ગયા છે. છીંદવાડા, ગ્વાલિયર સિંગરૌલી અને જબલપુર પહેલા જ હારી ચુક્યા છે.
ઓવૈસીની પાર્ટીએ 3 વોર્ડ પર કબ્જો કર્યો
મધ્ય પ્રદેશમાં ખરગોનમાં મોટા ભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીએ પરચમ લહેરાવ્યો છે. અહીં ખરગોન નગરપાલિકા, કરહી પાડલ્યા નગર પરિષદ, બડવાહ નગર પાલિકા, બિસ્ટાન નગર પરિષદમાં ભાજપે જીત મેળવી છે. તો સનાવદ નગર પાલિકા અને કસરાવદમાં કોંગ્રેસે જીત મેળવી છે. ખરગોનમાં ઓવૈસીની પાર્ટી ઓલ ઈંડિયા મજલિસે એ ઈત્તૈહાદુલ મસ્લમિન જીત મેળવી છે, અહીં તેમને 3 વોર્ડમાં જીત મળી છે.
હારના કારણોની સમીક્ષા કરીશું
વીડી શર્માએ કહ્યું કે, બીજા તબક્કામાં 3 કોર્પોરેશનમાં ઝટકો લાગ્યો છે. પણ ચૂંટણીના પરિણામો જોતા નગરપાલિકા અને પરિષદમાં ભાજપે 95 ટકા જીત નોંધાવી છે. તેમણે કહ્યું કે, આજે ત્રણ મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં હાર અને પ્રથમ તબક્કાની ગણતરીમાં 4 મેયરની ચૂંટણી હાર્યા છીએ, આ ચિંતાનો વિષય છે. હારના કારણોની સમીક્ષા કરીશું. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે, નિચલા સ્તર પર ભાજપના કાર્યકર્તાઓના કરાણે સફળતા મળી અને જનતાનું સમર્થન પણ મળી રહ્યું છે. આ ભાજપની નગરપાલિકા અને પરિષદમાં ઐતિહાસિક જીત છે.
કોંગ્રેસ પાસે ગઈ વખતે એક પણ મેયર નહોતા
આપને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં થયેલી ચૂંટણીમાં 11 નગર નિગમના રિઝલ્ટ 17 જૂલાઈએ આવ્યા હતા. તેમાંથી ભોપાલ, ઈન્દૌર, ખંડવા, બુરહાનપુર, ઉજ્જૈન, સાગર અને સતનામાં ભાજપે જીત નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસે જબલપુર, ગ્વાલિયર અને છીંદવાડામાં કબ્જો કર્યો હતો. સિંગરૌલીમાં આમ આદમી પાર્ટીની રાની અગ્રવાલે મેયર બન્યા. બીજા તબક્કામાં 5 નગર નિગમમાંથી કટનીમાં ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે, તો રતલામ અને દેવાસમાં ભાજપે જીત નોંધાવી છે. રીવા અને મુરૈનામાં કોંગ્રેસની શાનદાર જીત થઈ છે. આ પ્રકારે કોંગ્રેસ પાસે 4 નગર નિગમ આવી ગઈ છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસ પાસે ગત વખતે એક પણ નિગમ નહોતી.