રાજનીતિ /
મધ્યપ્રદેશમાં ફલોર ટેસ્ટ પહેલા કમલનાથનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું
Team VTV12:34 PM, 20 Mar 20
| Updated: 05:40 PM, 20 Mar 20
ફલોરે ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદ યોજી છે. કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. જેમાં કમલનાથે કહ્યું વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી. પ્રજાએ 5 વર્ષ સેવાનો મોકો આપ્યો હતો.
ભાજપે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો
મને જનતાએ 5 વર્ષ બહુમત આપ્યું હતું
ભાજપે મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું
કમલનાથ રાજ્યના રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. કમલનાથે કહ્યું કે હું રાજ્યપાલને રાજીનામું આપવા જઇ રહ્યો છું.
મુખ્યમંત્રી કમલનાથે સવાલ કર્યો કે 15 મહિનામાં મે શું ભુલ કરી? ભાજપે મારા વિરુદ્ધ ષડયંત્ર કર્યું. મને હંમેશા વિકાસ પર વિશ્વાસ રહ્યો છે. પ્રદેશને પૂછી રહ્યો છુ કે મારો શું વાંક?
કમલનાથે કહ્યું મને જનતાએ 5 વર્ષ માટે બહુમત આપ્યું હતું. રાજ્યમાં પ્રથમ દિવસથી મારા વિરુદ્ધ ષડયંત્ર ચલાવામાં આવ્યું. કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યોને ખરીદવામાં આવ્યાં. ભાજપે લોકશાહની હત્યા કરી છે.
મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે ભાજપે 22 ધારાસભ્યોને બંધક બનાવ્યા અને આ પૂરો દેશ બોલી રહ્યો છે. કરોડો રૂપિયા ખર્ચીને ખેલ ખેલવામાં આવ્યો છે. એક મહારાજ અને તેના 22 સાથીઓએ મળીને આ ષડયંત્ર રચ્યું.