Madhuri Dixit was in love with the cricketer, she was also going to get married but finally got married to a doctor
લવ સ્ટોરી /
ક્રિકેટરના પ્યારમાં ડૂબી હતી માધુરી દીક્ષિત, લગ્ન પણ કરવાની હતી પણ આખરે ડોક્ટરને પરણી બેઠી
Team VTV11:47 PM, 18 Mar 23
| Updated: 12:05 AM, 19 Mar 23
માધુરી દીક્ષિતનું નામ ઘણા કલાકારો સાથે જોડાયેલું છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે 90ના દાયકામાં એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટર સાથે ગાઢ પ્રેમમાં હતી.
90ના દાયકામાં માધુરી દીક્ષિતનું કરિયર ટોચ પર હતું
લોકો તેની ફિલ્મોની સાથે સાથે તેની સુંદરતાના પણ દીવાના હતા
માધુરી દીક્ષિતે એક ક્રિકેટર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરીને બધાને ચોંકાવી દીધા
90ના દાયકામાં માધુરી દીક્ષિતનું કરિયર ટોચ પર હતું. લોકો તેની ફિલ્મોની સાથે સાથે તેની સુંદરતાના પણ દીવાના હતા. અભિનેત્રીના જીવનમાં સંપત્તિ, ખ્યાતિ અને ચાહકોની કોઈ કમી નહોતી. તે દિવસોમાં સહ-અભિનેતાઓ વચ્ચેના અફેરની ચર્ચાઓ ખૂબ જ સામાન્ય હતી, પરંતુ માધુરી દીક્ષિતે એક પ્રખ્યાત ક્રિકેટર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
માધુરી દીક્ષિત ક્રિકેટર અજય જાડેજાના ખાતર બધુ છોડવા તૈયાર હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક જાહેરાતના શૂટિંગ દરમિયાન માધુરી અને અજય વચ્ચે પ્રેમ ગાઢ બન્યો હતો. ત્યારબાદ બંનેની રોમેન્ટિક તસવીરોએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. એવું પણ કહેવાતું હતું કે અજય જાડેજાને ફિલ્મોમાં લાવવા માટે માધુરીએ નિર્દેશકોને તેની ભલામણ કરી હતી. સ્વાભાવિક છે કે અજય જાડેજા ફિલ્મોમાં નામ કમાવા માંગતો હતો.
માધુરી અને અજય જાડેજાની લવસ્ટોરીનો અંત સારી રીતે ન થયો. બંનેના જીવનમાં ક્યારેક પરિવાર તો ક્યારેક સંજોગો વિલન બનીને અડચણો ઉભી કરતા રહ્યા. વાસ્તવમાં, અજય જાડેજા એક રાજવી પરિવારનો છે, જે માધુરી દીક્ષિત સાથેના સંબંધોની વિરુદ્ધ હતો. બીજી તરફ માધુરી દીક્ષિત એક સામાન્ય પરિવારની છે. પરિવારો વચ્ચેની ઝઘડો શમી જાય તે પહેલા જ અજય જાડેજાની કારકિર્દી જોખમમાં હતી. તેણે મોહમ્મદ અઝહરુદ્દીન સાથે મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જેથી તેના પર 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
અજય જાડેજાની પ્રતિષ્ઠા ઘટી, પછી માધુરી દીક્ષિતનો પરિવાર પણ તેમના સંબંધોની વિરુદ્ધ થઈ ગયો. થોડા સમય પછી માધુરી દીક્ષિત ડૉ. શ્રીરામ નેને ને મળી અને તેમને 1999માં પોતાનો જીવન સાથી બનાવ્યો અને અમેરિકામાં સ્થાયી થઈ. આ દંપતીને આજે બે પુત્રો છે. પ્રથમ પુત્ર અરીનનો જન્મ 2003માં થયો હતો જ્યારે બીજા પુત્ર રેયાનનો જન્મ 2005માં થયો હતો.
જાડેજાએ રાજકારણી જયા જેટલીની પુત્રી અદિતિ જેટલી સાથે લગ્ન કર્યા હતા. 55 વર્ષીય માધુરી દીક્ષિત છેલ્લા કેટલાક સમયથી રિયાલિટી ટીવી શો માં જજ કરી રહી છે, જ્યારે 52 વર્ષીય અજય જાડેજા હજુ પણ કોમેન્ટેટર તરીકે ક્રિકેટ જગત સાથે જોડાયેલા છે.