બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Video: ગુજરાતનું આ ગામડું છે દુનિયાનું સૌથી પૈસાવાળું ગામ, બેંકોમાં છે 5000 કરોડ રૂપિયા ડિપોઝીટ!
Last Updated: 03:17 PM, 4 August 2024
હવે સામાન્ય રીતે ગામડાને અવિકસિત અને ગરીબ લોકો રહેતા હોય એવી જગ્યા માનવામાં આવે છે પણ ગુજરાતના આ ગામને જોઈને લોકોના મગજમાં ગામડાનું ચિત્ર તરત બદલાઈ જાય છે. આ ગામ કચ્છમાં આવેલું છે અને તેનું નામ છે માધાપર ગામ.. આ ગામને એશિયાના સૌથી ધનિક ગામોમાંથી એક કહેવામાં આવે છે.
ADVERTISEMENT
માધાપર ગામમાં 7600 જેટલા ઘરો છે અને તેમાંથી મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. ગામમાં 17 જેટલી બેંકો આવેલી છે અને બેકમાં વિદેશમાં રહેતા લોકોના પૈસા પડ્યા છે. અહીંયા મોટાભાગના લોકો કરોડપતિ છે અને લગભગ લોકો લાખોપતિ તો છે જ..
ADVERTISEMENT
આ માધાપર ગામ એટલું સમૃદ્ધ છે કે દરેક ઘર આલીશાન છે અને અહીંયા રસ્તાઓ પણ પાકા છે. આટલું જ નહીં શિક્ષણની અને સ્વાસ્થ્યની સુવિધા પણ જોરદાર છે અને આંહીં શોપિંગ મોલની સાથે 5 સ્ટાર હોટેલ પણ આવેલી છે.
વર્ષ 1968માં લંડનમાં રહેતા માધાપરના લોકોએ માધાપર વિલેજ એસોસિએશન નામનું એક સંગઠન બનાવ્યું હતું. એ સમયે લંડનમાં મોટી સંખ્યામાં માધાપરના લોકો રહેતા હતા અને આ એસોસિએશન બનાવવાનો ઉદેશ્ય ગામનો વિકાસ કરવો અને લોકોને એક બીજા સાથે જોડવાનો હતો. અત્યારે પણ આ ગામના લોકો મોટી સંખ્યામાં વિદેશમાં રહે છે. વિદેશમાં રહેતા લોકો તેમના પરિવારને મોટી રકમ મોકલે છે અને આ ગામના વિકાસ કરવામાં પણ ફાળો આપે છે.
એવું પણ કહેવાય છે કે માધાપર ગામમાં 65 ટકાથી વધુ લોકો NRI છે અને ત્યાંની બેન્કોમાં 92,000 લોકોના 5000 કરોડ રૂપિયા ડિપોઝીટ છે એટલે બેંકમાં માથાદીઠ સરેરાશ ડિપોઝીટ 15 લાખ રૂપિયાની આસપાસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.