બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Madam, this doesn't happen in Hinduism', people are shocked to see Shilpa Shetty's Holika Dahan video

બૉલીવુડ ગપશપ / 'હિંદુ ધર્મમાં આમ ન થાય મેડમ', શિલ્પા શેટ્ટીના હોલિકા દહનનો વિડીયો જોઈને ભડક્યા લોકો, કરી રહ્યા છે ટ્રોલ

Megha

Last Updated: 12:09 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોલિકા દહન એ જીવનમાંથી નકારાત્મકતા અને દુષ્ટતાને દૂર કરવાનો તહેવાર છે પણ શિલ્પા શેટ્ટીના હોલિકા દાહનના વીડિયોમાં લોકોએ કંઈક એવું જોયું કે તેઓ તેની આકરી ટીકા કરી રહ્યા છે.

  • શિલ્પા શેટ્ટીએ તેના ઘરના આંગણે હોલિકા દહન કર્યું
  • આ કારણે લોકો શિલ્પા શેટ્ટીને કરી રહ્યા છે ટ્રોલ 
  • વિડીયો થયો વાયરલ

સોમવારે રાત્રે દેશભરમાં ઘણી જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં શિલ્પા શેટ્ટીએ તેના ઘરના આંગણે હોલિકા દહન પણ કર્યું હતું અને તેને લગતી વિધિઓનું પાલન કરતી જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે હોલિકા દહન એ જીવનમાંથી નકારાત્મકતા અને દુષ્ટતાને દૂર કરવાનો તહેવાર છે પણ આ વીડિયોમાં લોકોએ કંઈક એવું જોયું કે તેઓ તેની આકરી ટીકા કરી રહ્યા છે.

વિડીયો થયો વાયરલ
હાલ શિલ્પા શેટ્ટીનો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં શિલ્પા શેટ્ટી તેના બાળકો અને મા સાથે હોલિકા દહન કરી રહી છે અને વિડીયોમાં જોવા મલે છે કે શિલ્પા શેટ્ટી હાથ જોડીને હોલિકા સામે ઊભી છે અને તેના બાળકો પણ એમ જ કરી રહ્યા છે. જો કે આ વિડીયો જોઈને લોકો ઘણા ગુસ્સે થયા હતા અને હાલ ઘણા લોકો શિલ્પા શેટ્ટીને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

લોકો શિલ્પા શેટ્ટીને કરી રહ્યા છે ટ્રોલ 
આપણએ બધા જાણીએ છીએ કે હોલિકા દહન પર લાકડું, અને ગાયના છાણના ઉપયોગ કરે છે. પણ હાલ વાયરલ થયેલ શિલ્પા શેટ્ટીના એ વિડીયોમાંશિલ્પાએ તેના ઘરની અંદર કરેલા હોલિકા દહનમાં વાંસ દેખાય છે અને લોકો તેને આ માટે ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ વિડીયો શેર કરતાં એક યુઝરે કહ્યું- હિન્દુ ધર્મમાં વાંસ સળગાવવાની મનાઈ છે. તો બીજા એ કહ્યું કે - વાંસ ક્યારેય બળતો નથી. અન્ય એક યુઝરે કહ્યું- તમને કદાચ ખબર નહીં હોય કે હિંદુ ધર્મમાં વાંસ ક્યારેય સળગાવવામાં આવતું નથી. 

આ વાયરલ થયેલ વીડિયોમાં શિલ્પા શેટ્ટી તેના બંને બાળકો, તેની માતા અને રાજ કુન્દ્રા  સાથે નજર આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Holika Dahan 2023 Shilpa Shetty શિલ્પા શેટ્ટી હોલિકા દહન Shilpa Shetty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ