માં અન્નપૂર્ણાની પૂજા કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

By : vishal 04:11 PM, 06 December 2018 | Updated : 04:11 PM, 06 December 2018
માં ભગવતીના અનેક રૂપ છે જેમાં એક રૂપ એવુ છે કે, જેનાથી સમગ્ર સંસારને ભરણ પોષણ અને અન્ન મળી રહ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાના સમગ્ર પ્રાણીઓને ભોજન માં અન્નપૂર્ણાની કૃપાથી મળે છે.

માં અન્નપૂર્ણી ઉપાસના કરવી, તેમનુ વ્રત કરવું અને તેમની પૂજા દરેક વ્યક્તિએ કરવી જોઇએ, પરંતુ માં અન્નપૂણાની પૂજા કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે નહીં તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે. આજે અમે તમને જણાવશું કે, કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

માં અન્નપૂર્ણાની પૂજા પ્રભાતે અથવા તે સંધ્યા સમયે કરવી જોઇએ. આ સાથે પૂજા કરતી વખતે લાલ અથવા પીળા વસ્ત્રો ધારણ કરવા જોઇએ. મંત્રના જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ ભુલથી પણ ન કરવો જોઇએ. આ ઉપરાંત માં-બાપ અને પોતાના ઘરની સ્ત્રીઓની હંમેશાં ઇજ્જત કરવી જોઇએ.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story