બ્રેકિંગ ન્યુઝ
Ronak
Last Updated: 04:09 PM, 1 July 2021
ADVERTISEMENT
સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. લૂટેરી દુલ્હનના નામે રેકેટ ચલાવનાર વ્યક્તિનું નામ દિનેશ વાળા હોવાનું સામે આવ્યું છે. આરોપી દિનેશ વાળા સુરતના કામરેજ વિસ્તારમાં રહીને રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે તે કેટલા સમયથી આ રેકેટ ચલાવતો હતો તે મામલે હજું કોઈ માહિતી સામે નથી આવી.
લગ્ન વાંચ્છુકલ યુવકોને કરતો ટાર્ગેટ
ADVERTISEMENT
આરોપી તેનો શિકાર શોધવા માટે લગ્ન વાચ્છુક યુવકોને તેનો શિકાર બનાવતો હતો. તે તેના ટાર્ગેટને પહેલા ફોટો અને બાયોડેટા મોકલતો હતો. બાદમાં તે યુવતીના ફોટા મોકલતો હતો. આરોપી કુલ 5 યુવતીઓના ફોટા મોકલતો હતો. જે પૈકી તેનો ટાર્ગેટ જે યુવતીને પસંદ કરે તે યુવતીની સાથે મળીને લૂંટનો પ્લાન બનાવતો
લગ્નના બે દિવસમાં યુવતી થઈ જતી ફરાર
વધુમાં આરોપી દિનેશ તેના ટાર્ગેટને યુવતીઓના બાયોડેટા પણ આપતો હતો. જોકે તે લગ્ન સમયે તેના ટાર્ગેટ પાસેથી લગ્નના લાખો રૂપિયા પણ પડાવતો હતો. પરંતુ જ્યારે લગ્ન થઈ જાય તેના 2 દિવસમાં યુવતી ઘરેથી ફરાર થઈ જતી હતી. આ મામલે પોલીસના ચોપડે અનેક ગુના નોંધાયા હતા. જેથી પોલીસ પણ આ આરોપીને શોધી રહી હતી.
મુ્ખ્ય આરોપીના કહેવા પ્રમાણે યુવતીઓ કામ કરતી
લગ્ન કરનાર યુવતી એટલે કે લૂટેરી દુલ્હન ઘરેથી ભાગતી તે સમયે તે ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી. આરોપી દિનેશ વાળાના કહેવા પ્રમાણે દરેક યુવતીઓ એટલેકે લૂંટેરી દુલ્હનો કામ કરતી હતી. આરોપીની ધરપકડ બાદ હવે પોલીસે લૂટેરી દુલ્હનોની તપાસ આરંભી છે. સાથેજ આ નેટવર્કમાં બિજા કેટલા લોકો સંડોવાયેલા છે તે મામલે પણ તપાસ આરંભી છે.
સુરતમાં વધતી ગુનાખોરી ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે શહેરીજનો માટે ચીંતાનો પ્રશ્ન બન્યો છે. દિવસેને દિવસે અહીયા ગુનેગારો અવનવી ગુનાખોરી આચરતા હોય છે. પરંતુ વધતી ગુનાખોરી સામે હવે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.