ચંદ્રગ્રહણ 2020 / આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણઃ ભૂલથી પણ ન કરશો આ કામ નહીં તો પડશે મોટી મુશ્કેલી, જાણો દાનનો નિયમ

lunar eclipse 2020 in corona time do not do these things during chandragrahan must do this

આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ જોવા મળશે. કોરોના મહામારીના ડર વચ્ચે અદ્ભૂત આકાશી નજારો જોવા મળશે. જાન્યુઆરી 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. બીજુ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ગ્રહણ હોવાના કારણે સૂતકના નિયમો લાગૂ પડશે નહીં. ગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. રાત્રે 12.54 કલાકે મહત્તમ અસર જોવા મળશે તો રાત્રે 2.34 કલાકે ગ્રહણ પૂર્ણ થશે. 59 ટકા જેટલો ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણકાળના સમયે ચંદ્રમા વૃશ્વિક રાશિમાં રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ