બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:16 PM, 29 November 2023
ADVERTISEMENT
પંજાબના લુધિયાણામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. દરરોજ ગટર જામની સમસ્યા સર્જાય છે. લોકોનો ગુસ્સો જોઇને ગટર લાઇન સાફ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આખી લાઇન કોન્ડોમથી ભરેલી છે. આ કારણે લાઈન જામ થઈ હતી અને પાણી જતું ન હોતું. આને કારણે લોકોએ મોટો હોબાળો મચાવ્યો હતો. લોકોનું કહેવું છે કે ગટર લાઇન પાસે પીજીમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે અને અહીંથી ગટરમાં ઘણા કોન્ડોમ નાખવામાં આવી રહ્યા છે.
પીજીમાં રહેતો યુવાન દેહવેપાર કરે છે- રહીશોનો આરોપ
આ મામલો લુધિયાણાના વોર્ડ નંબર 20નો છે. અહીં સંજય ગાંધી કોલોનીમાં રહેતા લોકોએ પીજીની બહાર હોબાળો મચાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પીજીમાં રહેતો યુવક દેહવ્યાપાર કરે છે. રોજ આ પીજીમાં છોકરીઓ આવીને અનૈતિક ધંધો કરે છે. આખો દિવસ દેહવ્યાપાર ચાલતો રહે છે. આ અંગે અનેક વખત સ્થાનિક પોલીસને ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોને આની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા ગુરમેલ સિંહે જણાવ્યું હતું કે, અહીં ગંદુ કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સાથે જ ગટરના ચોક થવાને કારણે ઘરની અંદર સમસ્યા સર્જાય છે. ગુરમેલ સિંહના જણાવ્યા અનુસાર ગટરની લાઈન ઘણી વખત જામ થઈ જાય છે. હવે તેને સાફ કરી દેવામાં આવતા તેમાં સેંકડો કોન્ડોમ મળી આવ્યા છે. સ્થાનિકોએ પોલીસ પર ધંધામાં સંડોવણી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ દરરોજ અહીં ફરતી રહે છે.
ADVERTISEMENT
છોકરાઓ મોડી રાતે સુધી ધમાચકડી મચાવે છે
અહીં રહેતી એક મહિલાએ જણાવ્યું કે પીજીમાં રહેતા છોકરાઓ મોડી રાતે સુધી ધમાચકડી મચાવતા હોય છે આને કારણે તેમને ખૂબ ડિસ્ટર્બ થાય છે.
પીજી માલિકે શું કહ્યું
પીજી માલિકે આ જગ્યા ભાડે લીધી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો પીજીમાં કોઈ ગેરકાયદે કામ ધ્યાનમાં આવશે તો તેમને તાત્કાલિક કાઢી મૂકવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.