બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lucky zodiac signs hanumanji always shower blessings on mesh singh kumbh natives

ધર્મ / હનુમાન દાદાની ફેવરિટ રાશિઓ: આવા જાતકો પર રહે છે વિશેષ કૃપા, મોટામાં મોટી સમસ્યાથી મળે છે છુટકારો

Arohi

Last Updated: 01:10 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucky Zodiac Signs: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર હનુમાનજી અમુક રાશિના લોકો પર હંમેશા મહેરબાન રહે છે. આ રાશિના લોકો હંમેશા દુર્ઘટનાઓ, સંકટોથી બચી રહે છે. જો સમસ્યા આવે તો પણ તેનાથી જલ્દી બહાર આવી જાય છે.

  • આ રાશિના લોકો પર હંમેશા મહેરબાન રહે છે હનુમાનજી 
  • સમસ્યા આવે તો પણ આવી જાય છે બહાર 
  • મોટામાં મોટી સમસ્યાથી મળે છે છુટકારો

સંકટમોચક હનુમાનની કૃપા હોય તો વ્યક્તિ સંકટો, સમસ્યાઓથી બચી રહે છે. બજરંગબલી તેમની રક્ષા કરે છે. માટે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે વ્રત કરે છે. તેમની પૂજા કરે છે. ચોખા ચડાવે છે. પરંતુ અમુક રાશિના જાતક આ મામલામાં ભાગ્યશાળી રહ્યા છે. 

આ રાશિના લોકો પર હનુમાનજીની ખાસ કૃપા રહે છે. જેનાથી તે ઘણા પ્રકારની સમસ્યાઓ, કષ્ટોથી બચતા રહે છે અને તેમના પર કોઈ મુશ્કેલી આવે તો તેનાથી જલ્દી બહાર આવી જાય છે. તેના ઉપરાંત આ જાતક મંગળ દેવની પૂજાથી ભૂમિ-સંપત્તિના માલિક પણ બને છે. 

હનુમાનજીની પ્રિય રાશિઓ 
મેષ 

મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને આ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. મેષ રાશિના જાતકોમાં હનુમાનજીની કૃપાથી ખુબ સાહસ, પરાક્રમ, ઈચ્છાશક્તિ અને એકાગ્રતા હોય છે. સામાન્ય રીતે તેમનું જીવન આરામદાયક પસાર થાય છે. જો કોઈ પડાર આવે છે તો તે નિડરતાથી તેનો સામનો કરી શકે છે. આ જાતકોને પોતાના જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો. 

સિંહ 
સિંહ રાશિના જાતકો પર પણ હનુમાનજીની ખાસ કૃપા રહે છે. જે હનુમાનજીની કૃપાથી પોતાના રસ્તામાં આવતી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. તે સારા નેતૃત્વ ક્ષમતાના ધની હોય છે. જીવનમાં ખૂબ નામ, પૈસા અને સન્માન મેળવે છે. જે કોઈ પણ ક્ષેત્રમાં રહે ખુબ પ્રગતિ કરે છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકોને હનુમાનજી ખૂબ જ લાભ આપે છે. બજરંગબલીની કૃપાથી તેમનું કામ બગડતા બગડતા પણ બની જાય છે. આ જાતકોને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો. તેમની પાસે ખૂબ પૈસા રહે છે અને આરામદાયક જીવન જીવે છે. 

કુંભ 
કુંભ રાશિના લોકો પર બજરંગબલી હંમેશા મહેરબાન રહે છે. તેમને મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. મેહનતના દમ પર જે ઈચ્છે તે મેળવી શકે છે. જો તે હનુમાનજીની આરાધના કરે છે તો તે આ જાતકો પર જલ્દી પ્રસન્ન થઈને ઈચ્છા અનુસાર ફળ આપે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Hanumanji lucky zodiac sign હનુમાનજી Hanumanji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ