બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / lucky mark on palm after age of 40

ખાસ વાંચો / હથેળીની રેખા ચમકાવશે નસીબ, આ લોકોને 40 વર્ષ બાદ થશે ધનવર્ષા, જાણો શું કહે છે હસ્તરેખા શાસ્ત્રીઓ

Vaidehi

Last Updated: 06:49 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હથેળી પર બનેલી રેખાઓ દરેક વ્યક્તિનાં વિષે કંઇકને કંઇક કહેતી હોય છે. જેના દ્વારા તે વ્યક્તિનાં ભવિષ્યનાં નસીબ વિષે પણ જાણકારી મેળવી શકાય છે. તેમનાં આવનારા જીવનમાં ધનલાભ છે કે નહીં તે પણ આ રેખાઓ જણાવી શકે છે.

  • હાથની રેખાઓ બદલશે ભવિષ્ય
  • આ લોકોને 40 વર્ષની ઉંમર બાદ થશે ધનવર્ષા
  • રેખાઓ ચમકાવી શકે છે નસીબ

કોઇપણ વ્યક્તિ પછી તે બાળક હોય કે વયસ્ક તેનાં હાથમાં ઘણી રેખાઓ આવેલી હોય છે અને તેના દ્વારા કેટલાક ચિહ્ન પણ બનેલા હોય છે. આ નિશાનીઓ અને રેખાઓથી જે-તે વ્યક્તિના વિષે ઘણી માહિતી મેળવી શકાય છે. તેનું નસીબ, લગ્નજીવન, ધન અને નોકરીનાં વિષયક જાણકારી પણ મેળવી શકાય છે. કેટલીક ચોક્કસ રેખાઓ હથેળી પર હોય તો તે અતિ શુભકારી હોય છે અને તે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી સફળતા મેળવે છે. 

ઉન્નતિની નિશાની 
જે વ્સક્તિની હથેળી પર 'H' જેવી નિશાની બનેલી હોય છે તે અતિ શુભ માનવામાં આવે છે. આ નિશાની હથેળીના હૃદય, ભાગ્ય અને મસ્તિષ્ક રેખા સાથે મળીને બને છે. જેમની હથેળી પર આ નિશાની બનેલી હોય છે તેનું નસીબ 40 વર્ષની ઉંમર બાદ અચાનક જ ચમકવાનું હોય છે. તે લોકો આ ઉંમરમાં ઘણી ઉન્નતિ કરે છે અને સફળતા મેળવે છે.

નસીબ સાથ આપે છે
એવું માનવામાં આવે છે કે જેની હથેળી પર Hની નિશાની બનેલી હોય છે તેમનું પહેલાંનું જીવન ઘણું સંઘર્ષમય રહે છે. સંભવત: તેમનું બાળપણ ગરીબીમાં વ્યતિત થયું હોઇ શકે છે પરંતુ 40 વર્ષની ઉંમર બાદ અચાનક તેમનું ભાગ્ય ચમકી ઉઠે છે અને નસીબ સાથ આપવા લાગે છે. તેના લીધે તેમની સમગ્ર જીવનશૈલી બદલી જાય છે. 

સફળતા તરફ આગળ વધે છે
આ નિશાની ધરાવતાં લોકો પોતાના જીવનમાં સફળતાંનાં શિખરો સર કરે છે. જેમના વિષે તેમણે કદી સપનાંમાં પણ નહીં વિચાર્યું હોય તેવી વસ્તુ તે મેળવવા લાગે છે. 40 વર્ષની ઉંમર બાદ તે લોકો સફળતાની તરફ વધવા લાગે છે અને આગળ જતાં ક્યારેય પણ તેમને કોઇપણ વસ્તુની ઓછપ રહેતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology news Future palmistry ભાગ્ય હસ્તરેખાશાસ્ત્ર hand palmistry
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ