lucknow second cabinet reshuffle likely in yogi adityanath government six new faces to be inducted
પગલા /
આ રાજ્યમાં બીજા મંત્રી મંડળના વિસ્તારની ચર્ચા, ખરાબ પર્ફોમન્સવાળા મંત્રી થશે બહાર, 6 નવા ચહેરાને તક
Team VTV09:07 AM, 06 Dec 20
| Updated: 10:01 AM, 06 Dec 20
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના બીજા મંત્રીમંડળ વિસ્તારની ચર્ચા તેજ થઈ ગઈ છે. મનાઈ રહ્યું છે કે જલ્દી જ 6થી 7 નવા ચહેરાને યોગી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. જ્યારે ખરાબ પર્ફોમન્સવાળા મંત્રીઓ પર કાતર ચાલી શકે ચે. મંત્રિમંડળના વિસ્તારને લઈને યુપી પ્રભારી રાઘામોહન સિંહની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહની સાથે બેઠક યોજાઈ ચૂકી છે.
મંત્રીઓના પરફોર્મન્સના આધાર પર તેમને હટાવવામાં આવી શકે છે
તે વર્ગોને હજું સુધી મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું તેમને તક મળશે
નવા ચહેરાને તક આપવાની તૈયારીઓ ચાલી રહી છે
તે વર્ગોને હજું સુધી મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું તેમને તક મળશે
મીડિયા રિપોર્ટ મુજબ યૂપી પ્રભારી રાધામોહન સિંહ હવે પોતાના રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને મોકલશે. એ બાદ મંત્રીમંડળ વિસ્તાર પર મોહર લગાવી શકે છે. મનાઈ રહ્યું છે કે મિશન 2022ને લઈને તૈયારીઓમાં જોડાયેલી ભાજપ આ મંત્રીમંડળ વિસ્તારથી અનેક સમીકરણો સાધવાની તૈયારીમાં છે. આ અંતર્ગત તે વર્ગોને હજું સુધી મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું તેમને તક મળશે.
મંત્રીઓના પરફોર્મન્સના આધાર પર તેમને હટાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે યોગી સરકરમાં કેબિનેટ મંત્રી રહેલા ચેતન ચૌહાન અને કમલ રાની વરુણનું કોરોનાના કારણે નિધન થયું હતું.જેના કારણે કેબિનેટમાં 2 સીટો ખાલી છે. આ સાથે નવા ચેહરાને કેબિનેટમાં તક આપવાની તૈયારી છે. તેવામાં એવું મનાઈ રહ્યું છે કે કેટલાક મંત્રીઓના પરફોર્મન્સના આધાર પર તેમને હટાવવામાં આવી શકે છે.
નવા ચહેરાને તક
ચર્ચા એ પણ ચાલી રહી છે કે નવા મંત્રી મંડળમાં 6થી 7 નવા ચહેરાને તક મળી શકે છે. આરોપોમાં ઘેરાયેલા અને ખરાબ કામકાજ વાળા લોકોને બહાર કરી દેવામાં આવશે. મંત્રીમંડળ વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી 2022ને જોતા જાતીય અને ક્ષેત્રીય સમીકણોને મહત્વ આપવાની ચર્ચા ચાલી રહી છે.
ત્યારે જોઈએ તો હજું ડર્ઝન જેટલાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે યોગીની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવના દિલ્હી પ્રવાસ બાદથી આવ અટકણો ચાલી રહી હતી. આ દરમિયાન શનિવારે યોગીએ ગર્વર્નર આનંદીબહેન પટેલની સાથે મુલાકાત કર્યા બાદ આ ચર્ચાને આધાર મળ્યો છે. આદિત્યનાથ સરકારમાં અત્યારે 43 મંત્રી છે. યુપીમાં મહત્તમ 60 મંત્રી બનાવી શકાય છે. ત્યારે જોઈએ તો હજું ડર્ઝન જેટલાની શક્યતા છે.
યોગીએ તમામ કેબિનેટ મંત્રીને લખનૌમાં હાજર રહેવા કહ્યું
ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથેની કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ યોગી આદિત્યનાથ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવની સાથે બેઠક બાદ આ મંત્રીમંડળના વિસ્તારને લીલી ઝંડી મળી હતી. યોગીના મંત્રી મંડળના વિસ્તારનો માર્ગ મોકળો થયો છે. મંત્રીમંડળના વિસ્તારમાં અડધા ડર્ઝન કરતા વધારે મંત્રીઓના શપથ લેવાની શક્યતા સેવાઈ રહી છે. સીએમ યોગીએ આ દરમિયાન તમામ કેબિનેટ મંત્રીને લખનૌમાં હાજર રહેવા કહ્યું છે.