બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગળું દબાવીને હત્યા પછી લાશ ખીણમાં ફેંકી, સાળી સાથે શરીર સુખ માણવા પત્નીનું કાસળ કાઢ્યું

ક્રાઈમ / ગળું દબાવીને હત્યા પછી લાશ ખીણમાં ફેંકી, સાળી સાથે શરીર સુખ માણવા પત્નીનું કાસળ કાઢ્યું

Last Updated: 12:57 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજયે જણાવ્યું કે, 'તે તેની પિતરાઈ સાળી સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. જ્યારે તેની પત્ની સવિતાને આ વાતની ખબર પડી ગઈ હતી

જ્યારે સંબંધોની ગરીમાં વાસનાને ફેરવાઈ જાય છે, ત્યારે પરિણામ ઘણીવાર ભયાનક આવતા હોય છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાંથી આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા ફક્ત એટલા માટે કરી કારણ કે તે તેની પિતરાઈ સાળી સાથે અવૈધ સંબંધ રાખવા માંગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક સવિતા તેના પતિ સંજય સાથે મોહદ્દીનપુર ગામમાં રહેતી હતી. સોમવારે સાંજે પુરણપુર ગામ નજીક કિસાન પથની બાજુમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ હત્યા કોઈ બહારના વ્યક્તિએ નહીં પણ સવિતાના પતિ સંજયે કરી હતી.

વાસનાના આંધળા પતિએ હત્યાનું કાવતરૂ ઘડ્યું

પૂછપરછ દરમિયાન સંજયે જણાવ્યું કે, 'તે તેની પિતરાઈ સાળી સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો. જ્યારે તેની પત્ની સવિતાને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનો વિરોધ કર્યો હતો. સતત ઝઘડા અને વિવાદોના કારણે, સંજયે સવિતાને ખતમ કરવાની યોજના બનાવી હતી.

હત્યા બાદ મૃતદેહને 20 ફૂટ નીચે ખાડામાં ફેંકી દીધો

સંજયએ સવિતાને દવા અપાવવાના બહાને ઘરની બહાર લઈ ગયો અને ગોસાઈંગંજમાં એક તાંત્રિક પાસે લઈ ગયો હતો. પરત ફરતી વખતે પૂરણપુર ગામ નજીક, તેણે સવિતાના માથા પર પથ્થર વડે હુમલો કર્યો અને પછી તેની સાડીથી તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી હતી હત્યા બાદ સંજયે સવિતાના મૃતદેહને 20 ફૂટ નીચે ખાડામાં ફેંકી દીધો હતો. જ્યારે પોલીસ આરોપીને ગુનાના સ્થળે લઈ ગઈ ત્યારે ત્યાંથી લોહીથી ખરડાયેલો પથ્થર પણ મળી આવ્યો હતો, જેનાથી ઘટનાની પુષ્ટિ થઈ હતી.

Vtv App Promotion

આ પણ વાંચો: તણાવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષામાં વધારો, મરીન કમાન્ડોએ શરૂ કર્યું પેટ્રોલિંગ

તાંત્રિકની ભૂમિકાને લઈ તપાસ

સંજયેએ પણ કબૂલાત કરી કે તે તેની પત્નીને તાંત્રિક પાસે લઈ ગયો હતો. હાલમાં પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ હત્યામાં તાંત્રિકની ભૂમિકા શું હતી. પોલીસનું કહેવું છે કે જો તાંત્રિકની સંડોવણી જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.મૃતક સવિતાના પિતા રામનરેશએ આ કેસમાં સંજય, તેના ભાઈ અજય અને માતા-પિતા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ બધાની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં ટૂંક સમયમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wife Murder Case Mohanlalganj crime wife murder
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ