બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lucknow Commissioner Corona positive, test before PM Modi's visit
Vishnu
Last Updated: 12:00 AM, 11 December 2021
ADVERTISEMENT
કોરોના સંક્રમણનો નવો પ્રકાર, ઓમિક્રોન, સતત ફેલાવા લાગ્યો છે. હવે દેશના દરેક ભાગમાં નવા સંક્રમિત દેખાવા લાગ્યા છે. આ દરમિયાન હવે લખનૌના કમિશનરને કોરોના સંક્રમિત થવાનો મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
ડીકે ઠાકુર કોરોના પોઝિટિવ
પ્રથમ ટેસ્ટિંગમાં લખનૌ પોલીસ કમિશનર ડીકે ઠાકુર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તેના બીજા સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ શનિવારે આવશે.પીએમ મોદીની મુલાકાત પહેલા પ્રોટોકોલ હેઠળ તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની લખનઉ મુલાકાત પહેલા ડિકે ઠાકુરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તે પોઝિટિવ નીકળ્યા હતા. મહત્વનું છે કે પીએમ મોદીની યાત્રા પહેલા પ્રોટોકોલને ધ્યાને રાખી દરેક લોકો જે પીએમ મોદીના કાર્યક્રમમાં ખૂબ નજીકથી સામેલ હોય છે તેમનો ટેસ્ટ કરવામાં આવે છે. જેને ફોલોવ કરતાં ડિકે ઠાકુરનો કોરોના ટેસ્ટનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ તે પોતાના ઘર આઈસોલેશનમાં છે તેમનું RTPCR ટેસ્ટિંગ કરી સેમ્પલ લેબમાં મોકલી દેવાયું છે. સાથે જે પણ લોકો કમિશનરની નજીકના છે અને સંપર્કમાં આવ્યા છે તેમના પણ નમૂના ટેસ્ટ માટે મોકલી દેવાયા છે.
ભારતમાં કુલ ઓમિક્રૉન વેરિયન્ટના 32 કેસ
મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનનાં શુક્રવારે 7 નવા કેસ આવવાનાં કારણે હડકંપ મચી ગયો હતો. તેમાંથી ત્રણ કેસ મુંબઇમાં જ મળ્યા હતા. આ લોકોમાં એકદમ સામાન્ય લક્ષણો જ જોવા મળ્યા હતા. સરકારે કહ્યું હતું કે તેઓ હજુ સુધી જેટલા પણ કેસ અંગેની માહિતી મળી છે તે બધા જ કેસમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. તેને મળીને ભારતમાં કુલ ઓમિક્રૉન વેરિયન્ટના 32 કેસ ભારતમાં જોવા મળ્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનના એક વધુ કેસની પુષ્ટિ થઈ છે અને એક કેસ તો મુંબઈનાં ધારાવીમાં મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.