બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / L&T Financeએ જાહેર કર્યા ત્રિમાસિક આંકડા, શેરમાં રોકાણ કરતાં પહેલા ખાસ નજર ફેરવી લેજો
Last Updated: 07:35 PM, 18 July 2024
ભારતની નોન બેન્કિંગ ફાઈ નાન્શિયલ કંપની L&T ફાઈનાન્શ લિમિટેડે નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વોર્ટરના જોરદાર નફો કર્યો છે. જૂન 2024ના ક્વોર્ટરનો આ નફો વાર્ષિક આધાર પર 29 ટકા વધુ છે.
ADVERTISEMENT
L&T ફાઈનાન્શ લિમિટેડે આપેલી જાણકારી મુજબ પ્રથમ ક્વોર્ટરમાં 14839 કરોડ રૂપિયા રિટેલ ડિસ્બર્સમેન્ટ નોંધાયું છે. જે વર્ષની તુલનામાં 33 ટકા વધુ છે. તેનો રિટેલ વ્યાપાર આ ક્વોર્ટરમાં 84444 કરોડ રૂપિયાએ પોંહચી ગયો છે ,જે 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સિવાય તેની કસ્ટમર ફેસિંગ પ્લેનેટ એપ અત્યાર સુધી 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
વધુ વાંચો : ઉતાવળ ન કરતાં! ITR ફાઈલ કરતાં પહેલા આટલું અચૂક કરજો, થશે તગડો ફાયદો
ADVERTISEMENT
કંપનીના પ્રથમ ક્વોર્ટરના આંકડા પર તેના MD અને CEOએ કહ્યું કે, "મને જૂન મહિનાના ક્વોર્ટરના રિઝલ્ટ જાહેર કરતા ખુશી મળી રહી છે. આ અમારી 5 પીલર સ્ટ્રેટેજીની સફળતા તરફ ઈશારો કરે છે. એક મજબૂત અને એક બીજાથી જોડાયેલ ઉત્પાદનની રેન્જન નિર્માણના માધ્યમથી વધુમાં વધુ ગ્રાહકોને જોડવા, અમારી માલિકીની ડિજિટલ ક્રેડિટ એન્જિન "પ્રોજેક્ટ સાઈક્લોપ્સ"ની ઘોષણાની મારફતે ક્રેડિટ અન્ડરટેકિંગને ગતિ આપવા, ઈનોવેશનને આગળ ધપાવવા એક ભવિષ્યના ડિજિટલ આર્કિટેક્ચરનું નિર્માણ કરવા, માર્કેટમાં બ્રાન્ડના પ્રત્યે લોકોની જાગરૂકતા વધારવા, સાથે ટેકનિકલી રીતે યોગ્ય પ્રતિભાઓની પસંદગી પર ફોકસ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે કંપનીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.