Team VTV08:43 PM, 17 Feb 20
| Updated: 08:48 PM, 17 Feb 20
અનામતને લઇ ચાલી રહેલા આંદોલન પૂર્ણતા તરફ જઇ રહ્યાં છે. સરકારની જાહેરાત બાદ અનામતને લઇ ચાલી રહેલા આંદોલન પૂર્ણ થઇ શકે છે. LRD ભરતીમાં વધુ બેઠકોની સરકારે જાહેરાત કરી છે. જાહેરાત મુદ્દે આગેવાનો સાથેની બેઠકમાં સરકારે સ્પષ્ટતા કરી છે. જો કે અનામત વર્ગની મહિલાઓ ઠરાવ રદ્દ કરવાની માગ કરી છે. આ ઠરાવ મુદ્દે હાલ હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. હાલ બંને વર્ગોની મહિલાઓને સમજાવવા આગેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે બિન અનામત વર્ગનું આંદોલન સમેટાયું હોવાનું જણાય રહ્યું છે.
રાજ્ય સરકારના સમાધાનકારી નિર્ણય બાદ બિન અનામત વર્ગમાં સંતોષ
બિન અનામત વર્ગનું આંદોલન સ્થગિતઃ દિનેશ બાંભણિયા
આંદોલનનો શાંતિપૂર્ણ રીતે અંતઃ યજ્ઞેશ દવે
LRD ભરતી મામલે ચાલી રહેલ વિવાદ બાદ રાજ્ય સરકારે વચગાળાનો રસ્તો અપનાવતા તમામ વર્ગને ફાયદો થાય તેવો સમાધાનકારી નિર્ણય લીધો હતો. 1-8-2018ના ઠરાવને ધ્યાને ન લેતા 62.5 ટકા માર્ક મેળવનારી તમામ વર્ગની મહિલાઓની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને હવે બિન અનામત વર્ગે આંદોલન સમેટી લીધું છે. જે અંગે પાસના નેતા દિનેશ બાંભણિયાએ જાહેરાત કરી હતી.
બિન અનામત વર્ગનું આંદોલન સ્થગિતઃ દિનેશ બાંભણિયા
દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, બિન અનામત વર્ગનું આંદોલન સ્થગિત થયું છે. દીકરીઓના ભવિષ્ય માટે હવે સમિતિ કામ કરશે. જોકે હવે રાજ્ય સરકાર LRD ભરતીમાં કોઇ ફેરફાર કરશે તો મોટું આંદોલન કરીશું. હાલ રાજ્ય સરકારનો આ નિર્ણય અમને સ્વીકાર્ય છે. તમામ પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. અમે મહિલા ઉમેદવારોને સાથે રાખીને બેઠકમાં ચર્ચા કરી છે. આ બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
બિન અનામત વર્ગની સંકલન સમિતિની બેઠક
ગાંધીનગરમાં બિનઅનામત વર્ગની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. ગાંધીનગરના ઉમિયાધામ મંદિરે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયા ધામના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. ખોડલ ધામ, બ્રહ્મ સમાજ તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા. આંદોલનકારી મહિલાઓ પણ આ બેઠકમાં હાજર રહી હતી.
આંદોલનનો શાંતિપૂર્ણ રીતે અંતઃ યજ્ઞેશ દવે
બિનઅનામતના મધ્યસ્થી તરીકે કાર્ય કરતા યજ્ઞેશ દવેએ આ જણાવ્યુ હતું કે 1180 મહિલાઓમાંથી 880ને તો ઓર્ડર મળી ગયા છે. બાકીનાનો પ્રોબ્લેમ સોલ થઇ જશે. અમે બંને તરફ મધ્યથી કરી રહ્યાં છીએ અને અમે સફળ રહ્યાં છીએ. આંદોલનને શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો.