ગાંધીનગર / LRD પરીક્ષામાં અન્યાય મુદ્દે 55 દિવસથી મહિલા ઉમેદવારો ધરણાં પર, સરકાર ક્યારે સાંભળશે

LRD recruitment scam women candidate protest against government last 55 days

છેલ્લા 55 દિવસથી LRD મુદ્દે મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં ઉપવાસ ઉપર બેઠી છે. એક મહિલાની તો ગઈ કાલે ઉપવાસને કારણે તબિયત લથડી હતી. જેને પગલે તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. તેમ છતાં આ મહિલાઓ અહીંથી હટવાનું નામ નથી લઈ રહી. આજે પણ આ મહિલાઓના ઉપવાસ અને આંદોલન ચાલુ જ છે. તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હલતુ જો કે આ આંદોલન ધીરે ધીરે ચિનગારીમાંથી આગમાં પરિવર્તીત થઈ રહ્યુ હોવાને પગલે સરકારે તજવીજ હાથ ધરી છે.  ત્યારે બહેરી સરકારને કાને વાત પડી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ