LRD Recruitment: Many Candidates Fail Physical Test Due to Height Measurement
LRD ભરતી /
મહેનત કરી પણ ઊંચાઈએ બાજી બગાડી, ઉમેદવારોએ નિસાસો નાખતા કહ્યું CM અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરીશું
Team VTV04:14 PM, 03 Jan 22
| Updated: 04:18 PM, 03 Jan 22
LRD ભરતીમાં 2019ની શારીરિક કસોટીમાં પાસ કર્યા અને 2021માં ફેઇલ કર્યાનો અનેક ઉમેદવારો આરોપ લગાવી રહ્યા છે.
ઉમેદવાર દ્વારા પુનઃ માપ કરવા બાબતે રજુઆત કરી
ઉમેદવાર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરશે રજુઆત
મિતલ ચૌધરી નામના મહિલા ઉમેદવાર પણ રજૂઆત કરી
LRD-PSI શારીરિક પરીક્ષામાં ઊંચાઈને લઈ કેટલાય ઉમેદવારોને તકલીફો પડી રહી છે. વર્ષ 2019ની ભરતીમાં શારીરિક કસોટીના તમામ પાસાઓ એટલે કે દોડ, ઊંચાઈ, વજન, અને છાતીમાં પાસ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ઊંચાઈ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કારણ કે શારીરિક કસોટીમાં ઉમેદવારની ઉંચાઈ 153 સે.મી. નોંધાઈ જ્યારે ઉમેદવારે પોતાની ઉંચાઈ 157 સે.મી હોવાનો દાવો કર્યો છે.જેથી હાઈકોર્ટમાં કરેલી અરજી બાદ હવે ઉમેદવાર હંસાબેન ચોરડા તેમજ મિતલ ચૌધરીએ ભરતી બોર્ડના ચેરમેનને ઊંચાઈના માપમાં વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. પુનઃ માપ કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે તેવી હામ ભરી છે.
હાઇકોર્ટમાં કરાઇ અરજી
ઊંચાઈને કારણે ફેઇલ થનાર ઉમેદવારોએ અરજીમાં કહ્યું કે 2019માં શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા. જ્યારે 2021માં ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે. ત્યારે 2 વર્ષમાં ઉમેદવારોની ઊંચાઈમાં ઘટાડો થયો. અનેક ઉમેદવારોને ઊંચાઈને કારણે ફેઇલ કરાયા છે. જ્યારે બંને ભરતીમાં ઊંચાઈના માપદંડ એકસરખા જ રખાયા હતા. પુરુષો માટે 165 સેમી અને મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રાખવામાં આવી છે. ત્યારે 2 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે. અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી માટે માગ કરી હતી.
હાઈકોર્ટ સુનાવણીમાં આપ્યો મહત્વનો આદેશ
આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ ભરતી બોર્ડને આદેશ આપ્યો છે કે શારીરિક માપણીમાં હાઇટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજૂ કરવો. અને તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ ફરી કરાવવા નિર્દેશ કરાયા છે. તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી કરાવવા નિર્દેશ કરાયા છે. અને ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય હશે તો લેખિતમાં બેસવાનો અધિકાર મળશે તેવી કોર્ટે આદેશ આપી બાંહેધરી પણ સૂચિત કરી છે.
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે. અન્ય ૧૪ મેદાન ઉપર કસોટી યથાવત રહેશે. #LRDS#LRDS
ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ, અન્ય તારીખો જાહેર
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે. અન્ય ૧૪ મેદાન ઉપર કસોટી યથાવત રહેશે.તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ એમના મૂળ કોલ લેટર સાથે જ મેદાન પર પહોંચવાનું છે, નવો કોલલેટર આપવામાં આવનાર નથી. આ ઉપરાંત શારીરીક કસોટીની તારીખ બદલવા માટે તા.૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ તમામ અરજીઓની માહિતી https://lrdgujarat2021.in વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવેલ છે.