ગાંધીનગરમાં ઘણાસાણ મચ્યુ છે. છેલ્લા 22 દિવસથી LRD ઉમેદવારો ધરણા પર બેઠા છે.
ગાંધીનગરમાં LRDના પુરુષ ઉમેદવારના ધરણા
આજે આંદોલનનો 22મો દિવસ
બેઠકો વધારવાની માગ સાથે ધરણા
ગાંધીનગરમાં LRDના પુરુષ ઉમેદવારના ધરણાનો આજે 22મો દિવસ છે. આ યુવાનો બેઠકો વધારવાની માગ સાથે ધરણા કરી રહ્યા છીએ. મહિલાની ઉમેદવારોની જેમ પુરુષ ઉમેદવારોની બેઠક વધારવા માગ ઉઠી રહી છે. પોલીસે ઉમેદવારોની અટકાયત કરી છે.
LRD પુરુષો અન્યાયનો મામલો શું છે?
લોકરક્ષક દળની ભરતીને સંપૂર્ણપણે ફરીથી કરવા 187 ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ કરી છે
LRDની ભરતીમાં 12 હજારથી વધુ ઉમેદવારોની નિમણૂંક રદ કરવાની પણ માગ છે
મહિલા ઉમેદવારોને ગુણમાં રિલેક્સેશન આપીને મહિલાઓ માટે 50% કટઓફ માર્ક રખાયા હતા
ભરતી પ્રક્રિયાના અંતે મહિલાઓ માટે 2500 બેઠકો વધારવામાં આવી હતી
ન્યુમરરી પોસ્ટ ઉભી કરી મેરિટ વગરની મહિલા ઉમેદવારોની ભરતીનો વિરોધ છે
LRDની ભરતી પ્રક્રિયામાં સવર્ણ પછાત સમાજની મહિલાઓના આંદોલનને કારણે બેઠકો વધી
સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સ્ત્રીઓના અનામતના ક્રાઈટેરિયાને લાગૂ કર્યાનો આક્ષેપ
અનામતને અપ્રત્યક્ષ રીતે નગણ્ય બનાવી જનરલ કેટેગરીની ભરતી કરાયાના આક્ષેપ
નવી ઉભી કરાયેલી 2478 પોસ્ટને 33% અનામતમાં ગણીને પુરુષોને અન્યાય થયો છે