LRD ભરતી વિવાદ /
હવે બાકી હતું તો અનામત આંદોલનમાં અલ્પેશ ઠાકોરે ઝંપલાવ્યું, જુઓ શું આપી ચીમકી
Team VTV05:24 PM, 14 Feb 20
| Updated: 06:18 PM, 14 Feb 20
ગાંધીનગરમાં અનામતને લઈને મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે હવે અનામત અને બિન અનામત વચ્ચે જંગ શરૂ થયો છે. ભાજપના જ બે નેતા આમને સામને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને આ મુદ્દે અલ્ટીમેટલ આપ્યુ છે. ત્યારે એક તરફ ટ્રમ્પ ભારત આવવાના છે અને હવે આ રીતે અનામતનો મુદ્દો વધુને વધુ આગ પકડી રહ્યો છે જેમાં એક પછી એક કોંગ્રેસી અને ભાજપી નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે.
ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રા કરીશ
અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપ્યું
ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રા કરીશ
અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. 48 કલાકમાં નિવેડો નહી લાવે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ ભાજપ નેતા વરુણ પટેલ બિન અનામતની વ્હારે આવ્યાં છે. તેમણે કહ્યું કે બહેનોને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાશે. સરકાર યોગ્ય નિર્ણય કરી વચલો રસ્તો કાઢશે.
હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી
ગાંધીનગરમાં અનામતને લઈને મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ મામલે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી કે, રાજ્ય સરકારે ઠરાવમાં સુધારા અથવા રદ કરવાની ખાતરી આપી હતી. હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.
ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રા કરીશ
જો સરકારે 48 કલાકમાં નિવેડો નહી લાવે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી પદયાત્રા કરીશ. તો બીજી તરફ પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણીયાએ કહ્યુ કે, અમે તમામ વર્ગને શાંતિ રાખવાની અપીલ કરીએ છીએ. રાજ્યમાં કેટલાક લોકો દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ગાંધીનગરમાં અનામત મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે.
અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે. બંને પક્ષો સામ સામે છે. એક પક્ષ પરિપત્ર રદ કરવાની માગ કરી રહ્યો છે. જ્યારે બીજો પક્ષ પરિપત્રને રદ ન કરવાની માગ કરી છે. જેને લઇ ગાંધીનમગરમાં બેઠકોનો દોર ચાલું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. જેમાં બિન અનામત વર્ગની માગ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
જો સરકાર અન્યાય કરશે તો અમે સહન નહીં કરી લઇએ
LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી. ત્યાં બિન અનામત આંદોલનને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે સમર્થન કર્યું છે. નારાયણ પટેલે પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા બે મહિનાથી LRDનો વિવાદ ચાલી રહ્યો છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. સાથે જ કહ્યું કે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટથી સરકાર ઉપરી નથી. એટલે સરકાર GRમાં કહેવાયું છે તેને ધ્યાનમાં રાખે અને કોઈ સમાજને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખે. તો નારાયણ પટેલે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તે કેટેગરીમાં જ ઉમદવારોની પસંદગી કરો. જો સરકાર અન્યાય કરશે તો અમે સહન નહીં કરી લઇએ.