LRD Recruitment 2018 waiting list to be announced soon: Home Minister Harsh Sanghvi
BIG NEWS /
LRD ભરતી 2018નું વેઇટિંગ લિસ્ટ ટુંક સમયમાં થશે જાહેર : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી
Team VTV06:09 PM, 19 Jun 22
| Updated: 11:50 PM, 04 Jul 22
2018 LRD ભરતીના વેઇટિંગનું લિસ્ટને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે બસ હવે ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે
LRD વેઇટિંગને લઇ મોટા સમાચાર
રાજકોટમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે: સંઘવી
2018 LRD વેઇટિંગનું લિસ્ટનું લિસ્ટ જાહેર કરવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. હર્ષ સંઘવીની રાજકોટ મુલાકાત વખતે મીડિયાકર્મીઓએ LRD વેઇટિંગનું લિસ્ટ ક્યારે બહાર પડાશે તેવો સવાલ કર્યો હતો જેના જવાબમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર યુવાનોને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખી છે. આ બાબતે પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે થોડા જ સમયમાં LRD 2018નું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી તાત્કાલિકના ધોરણે જે જગ્યાઓ ખાલી છે તે ભરી દેવામાં આવશે.
એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી
મહત્વનું છે કે,22 એપ્રિલના રોજ વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટીંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.
શું છે 2018ની ભરતીમાં LRDમાં વેઇટિંગ લિસ્ટનો મામલો
આપને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2018 LRDની ભરતીમાં વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે રુપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. આમ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પણ આશ્વાસન અપાયું હતું. જેનો સુખદ નીવેડો આવ્યો હતો. અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 2018 એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામા આવશે પણ હજુ સુધી લિસ્ટ બહાર ન પડાતાં મીડિયાના સવાલ જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે
ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનુ વેઈટીંગ લિસ્ટ ઓપરેટ થશે
નોંધનિય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.
LRDમાં બેઠકો ખાલી ન રહે તે માટે તકેદારી રખાશે
PSIની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ LRDની ભરતી થશે. PSIની ભરતી જાહેર થયા બાદ LRDનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. LRDમાં બેઠકો ખાલી ન રહે તે માટે તકેદારી રખાશે. અનેક ઉમેદવારોએ PSI-LRD બંનેની પરીક્ષા આપી છે. જેથી નિયમ મુજબ હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું હતું કે જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે. લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.
હાલમાં ચાલી રહેલી LRD ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે?
LRD ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.'