લોકરક્ષક દળ પેપરલીક કાંડ મામલે ATS અને ક્રાઈમબ્રાંચે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

By : kavan 12:22 PM, 05 December 2018 | Updated : 12:22 PM, 05 December 2018
ગાંધીનગર: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે ATS અને ક્રાઈમબ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત, દિલ્હી, રાજસ્થાનના પરીક્ષાના પેપર લીક કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે દિલ્હીમાં ATS અને ક્રાઈમબ્રાંચની ટીમ સક્રિય થઈ છે.

ગુજરાત પોલીસે દિલ્લી અને રાજસ્થાનની પોલીસની મદદથી તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે કથિત મુખ્ય આરોપી યશપાલ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે પોલીસે યશપાલના પરિવારના પણ નિવેદન નોંધ્યા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી મળેલી આન્સર સીટને પણ FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક ભરતીમાં પેપર લીક થયા બાદ ચો તરફ વિરોધની જ્વાળા ફાટી છે ત્યારે રાજ્યસરકાર હવે હરકતમાં આવી છે અને આ દિશામાં તપાસના આદેશ આપ્યા છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે.

રાજ્યસરકારનું કહેવું છે કે આ પરીક્ષા ફરી એક વખત યોજાશે અને વિદ્યાર્થીઓનું એસ.ટી ભાડુ પણ માફ કરવામાં આવશે. ત્યારે આ મામલે ATS અને ક્રાઈમબ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગામી સમયમાં અન્ય કૌભાંડીઓના નામ ખુલવાની શક્યતાઓ સેવાઇ રહી છે. Recent Story

Popular Story