લોકરક્ષક પરીક્ષા આગામી 6 જાન્યુઆરીના રોજ યોજાશે, નવા કોલ લેટર ઇશ્યુ કરાશે

By : hiren joshi 03:37 PM, 06 December 2018 | Updated : 04:15 PM, 06 December 2018
ગાંધીનગરઃ રાજ્યમાં યોજાયેલ લોકરક્ષકની પરિક્ષા પેપર લીક થતા તાત્કાલીક રદ કરવામાં આવી હતી. જેને લઇ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. લોકરક્ષકની ભરતીની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાશે. લોકરક્ષક ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. 6 જાન્યુઆરી 2019ના રોજ પરિક્ષા યોજાશે. ટૂંક સમયમાં ઉમેદવારોને નવા કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે.

પરીક્ષા આપવા જનાર ઉમેદવારો એસટીમાં મફતમાં મુસાફરી કરી શકશે. રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે ર ડિસેમ્બરના યોજાઇ હતી. પરંતુ લેખિત પરીક્ષાનું પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના ૮.૭પ લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી હતી. પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયના જણાવ્યું હતું કે, મુખ્યના આદેશ અનુસાર ઉમેદવારનો ફરીથી યોજાનાર પરીક્ષામાં આવવા-જવા વિનામૂલ્યે એસટી મુસાફરી સુવિધા અપાશે. પારદર્શી-ફૂલપ્રુફ-કડક બંદોબસ્ત વ્યવસ્થા સાથે ક્ષતિ રહીત પરીક્ષાના આયોજન માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ઇમાનદાર-હોશિયાર-નિર્દોષ યુવા ઉમેદવારોને પૂરતી તક મળે અને આગામી પરીક્ષાની તૈયારીમાં ખંત-ઉત્સાહથી લાગી જાય તેવો ધ્યેય.

વધુમાં જણાવ્યું કે લોકરક્ષક ભરતી બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોને નવા કોલ લેટર્સ ઇસ્યુ કરશે.Recent Story

Popular Story