બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / LPG Gas cylinder price in august 2021 hiked by rs 73 per cylinder check latest lpg cylinder rate
Noor
Last Updated: 09:37 AM, 1 August 2021
ADVERTISEMENT
દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ભાવ વધારો કર્યો છે. આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
જોકે, ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતા દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત્ છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ઓઈલ કંપનીઓએ ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.
ADVERTISEMENT
સબસિડી વિનાના 14.2 કિલો સિલિન્ડરની કિંમત
દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલો સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત
સરકારી તેલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા વધીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
આ રીતે ચેક કરો એલપીજીની કિંમત
એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા ભાવ બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરી શકો છો.
પોતાની ઈચ્છા મુજબ ડિસ્ટ્રીબ્યુટર પસંદગી કરી શકાશે
એલપીજી ગ્રાહકો તેમની ઈચ્છા મુજબ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકે છે અને સિલિન્ડર રિફિલ કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં આ સુવિધા જૂન 2021માં ચંડીગઢ,, કો.મ્બતુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં શરૂ કરવામાં આવી છે. જેથી ગ્રાહકોને સમયસર અને જલ્દી રિફિલ ઉપલબ્ધ કરાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.