lpg gas cylinder lpg price on 1 may 2021 check new rate
LPG Gas Cylinder /
જાણી લો મહિનાની શરૂઆતમાં શું રહ્યા ગેસ સિલિન્ડરના ભાવ, તમારા ખિસ્સા પર કેવી થશે અસર
Team VTV10:45 AM, 01 May 21
| Updated: 02:35 PM, 01 May 21
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. એપ્રિલમાં ગેસના ભાવમાં 10 રૂપિયા ઘટ્યા હતા તો આ મહિને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ગેસ સિલિન્ડરના ભાવમાં શું આવ્યો ફેરફાર
એપ્રિલમાં ઘટ્યા હતા 10 રૂપિયા
મે મહિનામાં સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1 મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સબ્સિડી વિનાના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગયા મહિને તેમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો હતો તો માર્ચમાં ભાવમાં વધારો થયો હતો.
ઘટ્યા કર્મશિયલ સિલિન્ડરના ભાવ
14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો મે મહિનાની શરૂઆતમાં કરાયો નથી પરંતુ સાથે જ 19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમચમાં 46 રૂપિયાનો ઘટાડો કરાયો છે. દિલ્હીમાં કર્મશિયલ સિલિન્ડરની કિંમત 1595.50 રૂપિયા, ચેન્નઈમાં 1726 રૂપિયા છે.
જાણો શું છે ગેસ સિલિન્ડરના નવા ભાવ
હાલમાં દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા છે. જાન્યુઆરીમાં સિલિન્ડરનો ભાવ 692 રૂપિયા હતો. ફેબ્રુઆરીમાં ભાવ વધીને 719 રૂપિયા થયો હતો. 15 ફેબ્રુઆરીએ ફરી ભાવ વધ્યા અને 769 રૂપિયા થયો તો 25 ફેબ્રુઆરીએ ભાવ 794 રૂપિયા સુધી થયો હતો. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત 819 રૂપિયા કરાઈ હતી. એપ્રિલમાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો અને તે 809 રૂપિયા રહી હતી. આ મહિને પણ કોઈ ફેરફાર ન આવ્યો હોવાથી સિલિન્ડરની કિંમત 809 રૂપિયા રહી છે.