બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lpg gas cylinder delivery require otp and barcode scan how to work anti theft smart lock

કામની વાત / LPGમાં આવી નવી સિસ્ટમઃ ફક્ત આ રીતે જ ખોલી શકાશે સિલિન્ડર, જરા પણ ઓછો નહીં મળે ગેસ

Bhushita

Last Updated: 10:14 AM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPGની નવી પ્રક્રિયામાં સ્માર્ટ લોક અને બારકોડની સાથે ઓટીપીથી જ સિલિન્ડર ખોલી શકાશે.

  •  LPG સિલિન્ડરને લઈને લેવાયો મોટો નિર્ણય
  • ઓટીપી, બારકોડ અને સ્માર્ટલોકની લેવાશે મદદ
  • હવે ગ્રાહક સિવાય અન્ય કોઈને નહીં મળે સિલિન્ડર
  • નહીં થઈ શકે સિલિન્ડરમાંથી ગેસની ચોરી

અનેકવાર એવી ફરિયાદ મળે છે તે વેન્ડર જે સિલિન્ડર આપે છે તેમાં ગેસ ઓછો હોય છે.મોટા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને નાના સિલિન્ડરોમાં ભરી લેવાય છે. સિલિન્ડરના પૂરા રૂપિયા આપવા છતાં પૂરો ગેસ મળતો નથી. આ માટે ગેસ કંપનીઓએ નવો કિમીયો શોધ્યો છે. હવેથી સિલિન્ડરમાં સ્માર્ટ લોક હશે જેનાથી ગ્રાહક સિવાય કોઈ અન્ય વ્યક્તિ ગેસ સિલિન્ડર ખોલી શકશે નહીં અને ગેસની ચોરી રોકી શકાશે.  
 


ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ કરાઈ પ્રક્રિયા

આ નિર્ણય અનુસાર પ્રક્રિયા નવેમ્બર 2020માં શરૂ કરાઈ હતી પણ લગભગ દરેક સિલિન્ડરમાં તેને હવેથી એપ્લાય કરાશે, ગયા વર્ષે ગેસ કંપનીઓએ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડની શરૂઆત કરી જેને ગ્રાહકની પાસે મોકલાય છે અને તેના આધારે ગેસને ઉપયોગમાં લઈ શકાય છે. તે એક ઓટીપી છે જે સિલિન્ડર ખોલવા માટે ઉપયોગમાં લેવાય છે. 
 
ઓટીપી કેવી રીતે કરશે કામ

આ નવી પ્રક્રિયામાં જ્યારે કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરે છે ત્યારે તે સમયે તેના મોબાઈલ પર એક કોડ આવે છે. આ કોડ ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલાય છે. તેને ઓટીપીના આધારે વેન્ડર સાચા ગ્રાહકને સિલિન્ડર આપી શકે છે. તેને દેશના અનેક જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટના આધારે શરૂ કરાયો છે. સફળતાને જોતાં હવે અન્ય જગ્યાઓએ તેને લાગૂ કરાશે. 

ગ્રાહક જ ખોલી શકશે સિલિન્ડર

આ નવી સિસ્ટમમાં વેન્ડર તમને સિલિન્ડર આપી શકશે. જ્યારે તમે ડીએસી એટલે કે તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી આપો છો.તેનાથી સિલિન્ડરની ચોરી નહીં થાય અને ગ્રાહક સિવાય અન્ય કોઈ વ્યક્તિ સિલિન્ડર ખોલી શકશે નહીં. આ સિસ્ટમને કર્મશિયલ સિલિન્ડર માટે શરૂ કરાઈ નથી. દેશના 100 સ્માર્ટ સીટીમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, સફળતા બાદ તેને કર્મશિયલ સિલિન્ડર પર પણ લાગૂ કરાશે. જો તમે ગેસ કંપનીની એપમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો નથી તો તમારે તેને રજિસ્ટર્ડ કરાવવાનો રહેશે. તો જ સિલિન્ડરનો સપ્લાય મેળવી શકાશે. 
 

શું છે એન્ટી થેફ્ટ મશીન

એક એવી ટેક્નોલોજી જે મેરઠના વિદ્યાર્થીએ તૈયાર કરી છે જેને એલપીજી સ્માર્ટ લોક કહેવાય છે. આ ખાસ કેપને લગાવ્યા બાદ ગ્રાહક જ ખોલી શકશે, અન્ય કોઈ વ્યક્તિ સિલિન્ડર ખોલી શકશે નહીં. ઈન્સ્ટીટ્યૂટે સ્માર્ટ લોકને પેટન્ટ કરાવી લીધું છે. હવે ગેસ કંપનીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી તેને સિલિન્ડરમાં લગાવી શકાય.
 
બારકોડથી નહીં થઈ શકે ચોરી

આ નવી ટેકનિકથી ગેસ ભરનારા પ્લાન્ટમાં સિલિન્ડર પર બારકોડ અને એન્ટી થેફ્ટ એલપીજી સ્માર્ટ લોક લગાવાશે. વેન્ડર જ્યારે તમારા ઘરે સિલિન્ડરનો સપ્લાય કરવા લઈ જશે તો તેની પર લાગેલા બારકોડને સ્કેન કરવાનું રહેશે. વેન્ડર જ્યારે બારકોડ સ્કેન કરશે ગ્રાહકના મોબાઈલ પર એક ઓટીપી આવશે. આ ઓટીપી સિલિન્ડરને અનલોક કરવા માટે જરૂરી રહેશે, લોક ખોલ્યા બાદ તેને વેન્ડરને આપવાનું રહેશે. આ પછી ગેસ ચોરીની શક્યતાઓ ઘટી જશે અને ગ્રાહકોને પૂરો સિલિન્ડર મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Barcode LPG Gas Cylinder OTP Smart Lock system ઓટીપી ગેસ સિલિન્ડર ગ્રાહક ફરિયાદ બારકોડ સ્માર્ટ લોક lpg gas cylinder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ