પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઘરખમ વધારો થઈ રહ્યો છે. પણ આ રીતે ગેસ સિલિન્ડર ખરીદવાથી તમને 100 રૂપિયાનો થશે ફાયદો. ચાલો જાણીએ.
ગેસ સિલિન્ડરના ભાવમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઘરખમ વધારો થઈ રહ્યો છે
100 રૂપિયાનો ફાયદો જોઈએ તો કરો આ કામ
આ રીતે ગેસ ખરીદશો તો થશે લાભ
છેલ્લા બે મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમત 125 રૂપિયાનો વધારો થયો છે. એવામાં લોકોને રાહત આપવા માટે એક ડિજિટલ પેમેન્ટ કંપની ગેસ સિલિન્ડરના ભાવ 100 રૂપિયા સુધી ઓછાં કરીને ઉપલબ્ધ કરાવવાની સ્કીમ લાવી છે. જો તમે દિલ્હીમાં રહેતા હોય તો 819 રૂપિયામાં મળી રહેલાં સિલિન્ડર તમને 100 રૂપિયા ઘટાડા સાથે મળી રહેશે. જે માટે તમારે સિલિન્ડર ખરીદતા સમયે ચૂકવણી Paytmથી કરવાની રહેશે.
Paytm અનુસાર જો તમારો પહેલો ગેસ સિલિન્ડર Paytm દ્વારા બુક કરો છો તો તમને 100 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.તમે પેમેન્ટ કરશો કે તરત તમને એક સ્ક્રેચ કાર્ડ ઈશ્યૂ થશે. જેનાથી તમને ખબર પડશે કે, તમને કેટલું કેશબેક મળ્યું છે. એ જરૂરી નથી કે, કેશબેક 100 રૂપિયા જ મળે. બની શકે છે કે, તેનાથી ઓછાં રૂપિયાનું પણ મળે. આ ઓફર 31 માર્ચ 2021 સુઘી જ છે.
તો નહીં મળે કેશબેક
પેટીએમમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. એટલે કે, તેનો ફાયદે માત્ર એ લોકોને મળશે જે પહેલીવાર સિલિન્ડર બુક કરાવી રહ્યાં છે. જો તમે પહેલાં પેટીએમથી બુકિંગ કરી ચૂક્યા છો તો, તમને આ ઓફરનો ફાયદો નહીં મળે. બીજી વાત તમે 31 માર્ચ સુઘી માત્ર એક જ સિલિન્ડર બૂક કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ચૂકવણી બાદ જે સ્ક્રેચ કાર્ડ તમને મળશે, તેને 7 દિવસની અંદર સ્ક્રેચ કરવુ પડશે. નહીં તો, વેલિડિટી ખતમ થઈ જશે. સ્ક્રેચ કરવા પર પણ રકમ મળશે જે 24 કલાકની અંદર તમારા પેટીએમ વોલેટમાં જોડાઈ જશે.
અમેઝોનમાં પણ 50 રૂપિયાનું કેશબેક
ઈન્ડિયન ઓઈલે એક ટ્વિટ કરીને જણાવ્યું કે, જો તમે ઈન્ડિયનનો LPG સિલિન્ડર અમેઝોનથી બૂક કરો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. જેના માટે તમારે અમેઝોન-પે દ્વારા સિલિન્ડરની ચૂકવણી કરવાની રહેશે. જે બાદ કેશબેક તમારા વોલેટમાં આવી જશે. બંને તરફથી ફાયદો ગ્રહકને જ થશે. પછી ભલે તે પેટીએમ દ્વારા સિલિન્ડર બુક કરે કે અમેઝોન-પે દ્વારા બૂક કરે.