બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 AM, 1 December 2024
આજથી નવો મહિનો શરૂ થયો છે અને ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે અને સામાન્ય એલપીજી એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા દરો આજે 1 ડિસેમ્બર, 2024થી દેશભરમાં લાગુ થઈ ગયા છે.
ADVERTISEMENT
દેશના ચાર મુખ્ય મહાનગરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવમાં કેટલો વધારો થયો?
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે દેશના ચાર મોટા મેટ્રો શહેરોમાંથી કોલકાતામાં જ ગેસ સિલિન્ડરના ભાવ સૌથી વધારે છે.
સતત પાંચ મહિનાથી વધી રહ્યા છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઓગસ્ટથી સતત વધી રહ્યા છે અને ડિસેમ્બર સહિત સતત પાંચ મહિના થઈ ગયા જ્યારે 19 કિલો ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: રાજ કુન્દ્રાને EDનું સમન્સ, પૂછપરછ માટે મુંબઈ ઓફિસ બોલાવ્યા, જાણો મામલો
નવેમ્બર અને ઓક્ટોબરમાં કેટલા વધ્યા એલપીજીના ભાવ?
1 નવેમ્બરથી ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયાનો વધારો કર્યો હતો, જે દિલ્હીમાં પ્રતિ સિલિન્ડર રૂ. 1802 પર પહોંચી ગયો હતો. ઓક્ટોબરમાં કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 48.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT