કેટલીક બેંકના વ્યાજદર 7 ટકાથી પણ નીચે આવી ગયા છે, આ સમયે સસ્તામાં લોન ખરીદવાનું સરળ બન્યું છે. જાણો કઈ બેંક વાર્ષિક 7 ટકાથી પણ ઓછા વ્યાજદરે હોમ લોન આપી રહી છે.
ઘરના ઘરનું સપનું થઈ શકશે સાકાર
આ બેંકોમાં મળી રહી છે સસ્તી હોમ લોન
આ બેંકોમાં વાર્ષિક 7 ટકાથી પણ ઓછું છે વ્યાજ
અનેક લોકો ઘર ખરીદવા માટે હોમ લોનની મદદ લઈ રહ્યા છે. જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે વ્યાજ દર ચેક કરો. ઘટતા વ્યાજદરની વ્યવસ્થામાં ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી સહિત અનેક બેંક પણ હોમ લોનના દર ઘટાડી ચૂકી છે. કેટલીક બેંકના વ્યાજદર 7 ટકાથી પણ નીચે આવી ગયા છે. આ સમયે હોમ લોન લેનારા માટે આ ફાયદાનો સોદો હોઈ શકે છે. તો જાણો કઈ બેંકો છે જે 7 ટકાથી પણ ઓછું વાર્ષિક વ્યાજ હોમ લોન પર આપે છે.
રિયલ એસ્ટેટ સેક્ટરે પણ કર્યો કિંમતમાં સુ
ધારો
તેનાથી પણ હાલના હાઉસિંગ માર્કેટમાં ખરીદદારોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. આ માટે તમારી પાસે જરૂરી માર્જિનની રાશિ, સ્થિર આવક અને પૂરતી બચત છે તો તમે ઓછા વ્યાજ દર અને ઓછી પ્રોપર્ટીની કિંમતોનો ફાયદો લઈને ઘર ખરીદી શકો છો.
આ બેંકોમાં હોમ લોન પર મળી રહ્યું છે સૌથી ઓછું વ્યાજ
બેંક ઓફ બરોડા- 6.85 ટકા
બેંક ઓફ ઈન્ડિયા- 6.95 ટકા
સેન્ટ્રલ બેંક- 6.85 ટકા
કેનેરા બેંક - 6.90 ટકા
પંજાબ એન્ડ સિંઘ બેંક- 6.90 ટકા
યૂકો બેંક- 6.90 ટકા
એચડીએફસી લિમિટેડ- 6.90 ટકા
એચડીએફસી બેંક- 6.80 ટકા
એસબીઆઈ- 6.80 ટકા
આઈસીઆઈસીઆઈ બેંક - 6.90 ટકા
પંજાબ નેશનલ બેંક - 6.80 ટકા
લોન લેતી સમયે આ વાતોનું પણ રાખો ધ્યાન
હોમ લોન લેતી સમયે ફક્ત ઓછા વ્યાજ દર પર ધ્યાન આપવું નહીં. વ્યાજદરના સિવાય તમને લેંડર્સની વિશ્વસનીયતા અને અન્ય ચાર્જની પણ તપાસ કરવાની રહે છે. જે દરેક બેંકમાં અલગ અલગ હોઈ શકે છે. ક્રેડિટ સ્કોરમાં બદલાવની સાથે રિસ્ક પ્રિમિયમમાં પણ ફેરફાર આવે છે. જો તમે હોમ લોન લીધી છે તો ક્રેડિટ કાર્ડના ભુગતાનમાં મોડું થવું વગેરે બેદરકારીથી તમે હોમ લોન ઈએમઆઈનો બોઝ વધારી દો તે શક્ય છે. આ માટે તમે તિમાહીના અનુસાર પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરતા રહો.
ક્રેડિટ સ્કોરનું રાખો ધ્યાન
અન્ય ચીજ જેને લોકો નજરઅંદાજ કરે છે તે તેનો ક્રેડિટ સ્કોર છે. જે હવે પહેલાંથી વધારે જરૂરી બની ગયો છે. તેમને સમજવું પડશે કે આ બેંક દ્વારા રજૂ કરાતા રેપો રેટથી લિંક્ડ હોમ લોનમાં ક્રેડિટ રિસ્ક માર્જિન પણ સામેલ હોય છે. બેંક બજારના આધારે તેનો અર્થ એ છે કે સૌથી ઓછા વ્યાજદર અને સામાન્ય રીતે તે યોગ્ય આવેદક માટે હશે જેમનો ક્રેડિટ સ્કોર 750-800 થી વધારે હોય છે.