બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 02:53 PM, 11 April 2023
ADVERTISEMENT
મોટા ભાગના રિસર્ચમાં આપણે સાંભળતા આવ્યા છીએ કે ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે. પરંતુ નવા સંશોધને આ દંતકથાને સંપૂર્ણપણે તોડી નાખી છે. આ નવા સંશોધન મુજબ મર્યાદિત માત્રામાં દારૂ પીવાથી તમે મોતની નજીક પણ પહોંચી શકો છો.
1.5 ઔંસથી ઓછો દારુ પીવાથી મોતનું જોખમ
જામા નેટવર્ક ઓપન (જેએએમએ)માં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 100થી વધુ લોકો પર નજર કરવામાં આવી હતી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા અને દર અઠવાડિયે એક વાર દારૂનું સેવન કરતા હતા તેઓ કોઈ પણ કારણથી મૃત્યુનું જોખમ ઓછું કરતા નથી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે મહિલાઓ માટે 1 ઔંસથી ઓછું અને પુરુષો માટે 1.5 ઔંસથી ઓછો દારુ પીવાથી મોતનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. જામા નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં લગભગ 5 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં ક્યારેય દારૂ ન પીનારી મહિલાઓમાં મોતનું જોખમ વધારે જોવા મળ્યું છે. આ સંશોધન એ મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે જે માને છે કે ઓછી માત્રામાં આલ્કોહોલ પીવો તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
ADVERTISEMENT
કેટલો દારુ પીવો-CDCએ જણાવી માત્રા
અમેરિકાની સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ વિગતવાર જણાવ્યું છે કે, મહિલાઓ અને પુરુષો માટે દર અઠવાડિયે 14મા ભાગનો દારુ લેવાની સલાહ અપાઈ છે ને ન પીવો તો વધારે સારુ છે. જોકે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી પણ મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે.
આલ્કોહોલનું ઓછું પ્રમાણ પણ આરોગ્ય માટે સારુ નથી
સ્ટડીમાં એ વાત સામે આવી હતી કે આલ્કોહોલનું ઓછું પ્રમાણ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર નથી થતી, પરંતુ તેની ખૂબ જ ખરાબ અસર પડે છે.
શું કહેવાયું હતું અગાઉના રિસર્ચમાં
આ પહેલાના ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી હતી કે, ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો ઓછો થઇ શકે છે. પરંતુ આ રિસર્ચ ઓબ્ઝર્વેશન પર આધારિત હતું, જેના કારણે એ સમજવું વધુ મુશ્કેલ બની રહ્યું છે કે આલ્કોહોલથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશરનું લેવલ કેટલું વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.