બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / low budget beautiful tourist destinations india

પર્યટન / ઓછા બજેટમાં ફરી આવો ભારતની આ જોરદાર જગ્યાઓ પર, જોઇને અરમાન ખુશ થઇ જશે

Hiren

Last Updated: 08:38 PM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવાનો શોખ લગભગ બધાને હોય છે. જેની પાસે પૈસા હોય છે, તેઓ દુનિયાના કોઇપણ ખૂણામાં ફરીને આવી શકે છે, પરંતુ ઘણા બધા લોકો ફરવા ઇચ્છે છે, પરંતુ તેમની પાસે બજેટની કમી હોય છે.

  • ફરવાના શોખિનો માટે ફરવા માટેની જોરદાર જગ્યાઓ
  • ઓછા બજેટમાં ફરી આવે ભારતની 4 જગ્યાઓ પર
  • પ્રાકૃતિક ખુબસુરતી જોવા મળશે અને મનની શાંતિ મળશે

તેવામાં હવે અમે તમને ભારતની હાલની કેટલીક જગ્યાઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યાં તમે ઓછા બજેટમાં પણ ફરી શકો છો. આ જગ્યાઓનું પ્રાકૃતિક સૌન્દર્ય લોકોનું મન મોહી લે છે. અહીં દરવર્ષે હજારો-લાખો લોકો ફરવા માટે આવે છે. જો તમે પણ ઓછા ખર્ચમાં એક શાનદાર જગ્યા ફરવાની મજા માણવા માંગો છો, તો આ જગ્યાઓ પર જરૂર જાઓ.

ઔલી (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની પહાડિયો પર સ્થિત ઔલી એક ખુબસુરત જગ્યા છે. ગઢવાલીમાં ઔલીને ઔલી બુગ્યાલ એટલે ઘાસના મેદાનના નામથી જાણીતું છે. આની સુંદરતા નિહાળવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. શિયાળામાં જ્યારે ખુબજ હિમવર્ષા થાય છે, તો ચોતરફ બરફની ચાદર છવાઇ જાય છે, જે અહીંની સુંદરતાને અનેક ગણી વધારી દે છે. એજ કારણે તેને  ઉત્તરભારતનું 'મિની સ્વિત્ઝરલેન્ડ' કહેવામાં આવે છે. દિલ્હીથી ઔલી પહોંચવામાં અંદાજિત 14 કલાકનો સમય લાગે છે. અહીં ઓછા બજેટમાં હોટલ પણ મળી જાય છે. અહીં તમે 10 હજાર રૂપિયા સુધીના બજેટમાં આરામથી ફરી શકો છો.

Source: Uttarakhand Tourism/Twitter

ઋષિકેશ (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડમાં દરિયાની સપાટીથી અંદાજિત 1360 ફીટ ઉંચાઇ પર સ્થિત ઋષિકેશ ભારતના સૌથી પવિત્ર તિર્થસ્થાનોમાંનું એક છે. હિમાલયની નિચલી પહાડીઓ અને પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયલે ઋષિકેશને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે.

અહીંની ગંગા આરતી તો જોવાલાયક હોય છે, જોઇને ધન્યતા અનુભવાય છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પર્યટક પ્રાકૃતિક ખુબસુરતી જોવા અને મનની શાંતિ માટે આવે છે. કેટલીક કંપનીઓ ચારથી પાંચ હજાર રૂપિયામાં ઋષિકેશની યાત્રા કરાવે છે.

તવાંગ (અરૂણાચલ પ્રદેશ)
અરૂણાચલ પ્રદેશનું એક પ્રાચીન પર્યટન સ્થળ છે. જ્યાં પ્રકૃતિના અદ્ભૂત રંગ જોવા મળે છે. અહીંના બર્ફીલા પહાડોને પસાર કરતા આડા-અવળા રસ્તા રોમાંચનો અનુભવ કરાવે છે. તવાંગ સમુદ્રની સપાટીથી અંદાજિત 2,669 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. અહીં દરેક સમયે પ્રવાસીઓનું આવવા-જવાનું લાગ્યું રહે છે. અહીં ફરવા માટે તમારે વધુ ખર્ચ નહીં કરવો પડે. દરેક વસ્તુ સસ્તામાં મળી જાય છે.

મસૂરી (ઉત્તરાખંડ)
ઉત્તરાખંડમાં સ્થિત આ ખૂબસુંદર હિલ સ્ટેશનનું નામ તમે સાંભળ્યું જ હશે. આ પર્વતોની રાણી પણ કહેવામાં આવે છે. દેહરાદૂનથી અંદાજિત 35 કિલોમીટર દૂર આવેલ મસૂરી ભારતની તે ખુબસુરત જગ્યાઓમાંની એક છે જ્યાં લોકો વારંવાર આવવા માંગે છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં અહીં ભારે હિમવર્ષા થાય છે. જો તમારી ખિસ્સામાં 10 હજાર રૂપિયા છે, તો તમે આરામથી અહીં ફરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

India Tourist પર્યટન ભારત Tourist place
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ