હેલ્થ ટિપ્સ /
લો બીપી વધારી શકે છે મુશ્કેલી..! લાઇફસ્ટાઇલ બનાવો હેલ્ધી
Team VTV12:00 PM, 26 May 20
| Updated: 12:43 PM, 26 May 20
ઠંડીને કારણે શરીરમાં મેટાબૉલિક રેટ વધવાને કારણે કેટલાક લોકોનું બ્લડપ્રેશર વધી જતું હોય છે. તો બીજી બાજૂ ગરમીમાં લો બીપી થઇ જવાની શક્યતાઓ વધી જાય છે. લો બીપી ઘણીવાર ગંભીર રૂપ ધારણ કરી શકે છે. તો તમારી લાઇફસ્ટાઇલને હેલ્ધી બનાવો.
લો બીપી થવાના કારણો
ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછત, જેને કારણે લાંબા સમયે નૉઝીઆ, ડાયેરિયા જેવી સમસ્યા સર્જાઇ શકે છે. વધારે પડતા વર્ક આઉટ, કે લૂ લાગવાના કારણે પણ સમસ્યા સર્જાઇ શકે છે.
શરીરમાં લોહીની ઉણપ પણ લો બીપીની બિમારી સર્જી શકે છે. ઘણીવાર સ્ત્રીઓને ડિલિવરી વખતે વધુ પડતા લોહી વહી જવાના કારણે પણ લો બીપીની સમસ્યા સર્જાઇ શકે છે. હ્રદયની માંસપેશીઓ કમજોર થવાને લીધે હાર્ટ ઓછી માત્રામાં લોહી પંપ કરે છે જેના કારણે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે. કોઇ ગંભીર ઇન્ફેક્શનને કારણે પણ બીપી લો થવાની સંભાવના રહે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
- કોઇપણ બિમારીના મૂળમાં સ્ટ્રેસ હોય છે. તો વધારે પડતા સ્ટ્રેસથી બચવુ અત્યંત આવશ્યક છે. જો તમને સ્ટ્રેસ અનુભવાય તો મેડિટેશન તેનો રામબાણ ઇલાજ છે.
- પોતાના ડાયેટમાં લીલા શાકભાજીનો વધુ પડતો સમાવેશ કરો. સાથે જ ફળ અને દૂધનો પણ પૂરતા પ્રમાણમાં સમાવેશ કરો.
- જ્યૂસ, છાશ, દહી, લસ્સી જેવા તરલ પદાર્થોની માત્રા વધારો અને વધુ પાણી પીવાનું રાખવું જઇએ.
- વ્રત કે ઉપવાસના સમયે વધારે સમય પેટને ખાલી ન રાખો, બે કે ત્રણ કલાકના અંતરે કંઇક ખાવાનું રાખો.
- વધારે પડતી કમજોરી અનુભવાય તો પાણીમાં લીંબૂ અને મીઠુ નાંખીને તરત જ પી લો.
જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો લો બીપીની સમસ્યાથી બચી શકશો.