બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / પ્રેમના ઠેકાણા મળ્યા! પ્રપોઝ માટે ભારતની આ 4 જગ્યા સૌથી બેસ્ટ, અલગ રહેશે અનુભવ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:07 PM, 6 February 2025
1/6
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો છે. હવે વેલેન્ટાઇન વીક પણ શરુ થવાનું છે. પોતાના ઇશ્કના ઈઝહાર માટે ફક્ત યોગ્ય વ્યક્તિ જ નહીં પણ યોગ્ય સમય અને યોગ્ય સ્થળ પણ ખૂબ જરૂરી છે. પ્રપોઝ ડે એ વેલેન્ટાઇન વીકનો એક મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમે તમારા મનગમતા પાત્રને તમે તમારા દિલની વાત કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે તમારો લવનો પ્રપોઝ યાદગાર બની જાય તો તેના વિશે તમારે પ્લાનિંગ કરવું જોઈએ.
2/6
લોકો પ્રપોઝલ માટે ગોવા, ઉદયપુર, શિમલા અથવા મનાલી જેવા સ્થળો પસંદ કરે છે. પરંતુ જો તમે ભીડથી દૂર, શાંતિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર કોઈ ઓફ-બીટ જગ્યાએ પ્રપોઝ કરવા માંગતા હોવ તો અનેક ઓપ્શન છે. અહીંયા અમે તમને આવી 4 ન જોયેલી અને રોમેન્ટિક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે તમારા પ્રેમને અભિવ્યક્ત કરી શકો છો અને આ દિવસને ખાસ બનાવી શકો છો.
3/6
જો તમે ખૂબસૂરત વાદી, શાંત અને સુંદર વાતાવરણમાં તમારા પાર્ટનરને પ્રપોઝ કરવા માંગતા હોવ તો ઉત્તરાખંડના ચોપતાથી સારી કોઈ જગ્યા નથી. આ સ્થળ તેના લીલાછમ જંગલો, બરફીલા પર્વતો અને ખુલ્લા આકાશ માટે પ્રખ્યાત છે. તુગનાથ ટ્રેક દરમિયાન તમે તમારા પાર્ટનરને પર્વતોની ઊંચાઈએ પ્રપોઝ કરી શકો છો. અહીંથી દેખાતા ચૌખંબા, ત્રિશૂલ અને નંદા દેવી પર્વતોના શિખરો તમારા પ્રપોઝને વધુ ખાસ બનાવશે.
4/6
જો તમે ભીડથી દૂર અને નવી જગ્યાએ તમારા પ્યારને ઈઝહાર કરવા માંગતા હોવ તો નાગાલેન્ડમાં મોકોકચુંગ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ સ્થળ તેના ખૂબસૂરત પર્વતો અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતું છે. મોકોકચુંગની લીલીછમ વાદીઓ વચ્ચે એક સુંદર ટેકરીની ટોચ પર પ્રપોઝ કરવું એ એક અનોખો અનુભવ બની શકે છે.
5/6
જો તમે તમારા જીવનસાથીને એવી જગ્યાએ પ્રપોઝ કરવા માંગતા હોવ જે શાંત, રોમેન્ટિક અને નેચરલ બ્યુટીથી ભરપૂર હોય તો લેન્સડાઉન તમારા માટે બેસ્ટ પ્લેસ છે. આ પ્લેસ પાઈન અને ઓકના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે, જ્યાં તમને એક અલગ પ્રકારની શાંતિ મળશે. તમે ભુલ્લા તળાવના કિનારે અથવા કોઈપણ પહાડી પ્લેસ પરથી સૂર્યાસ્ત સમયે તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરી શકો છો.
6/6
જો તમે તમારા પ્રપોઝને રોમેન્ટિક અને અનોખો બનાવવા માંગતા હોવ તો હિમાચલ પ્રદેશના ચંદ્રતાલ તળાવ પણ બેસ્ટ ઓપ્શન છે. આ તળાવ સમુદ્ર સપાટીથી 4300 મીટરની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી જોવા મળતો નજારો કોઈ સ્વપ્નથી કમ નથી. રાત્રે આકાશમાં હજારો તારાઓથી ભરેલું હોય ત્યારે આ તળાવના કિનારે તમારા લવનું એક્સપ્રેશન એક શાનદાર અનુભવ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ