બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / રાજકોટ / Lover committed suicide in jail and girlfriend committed suicide at home in Rajkot

આપઘાત / હૈયું ચીરી નાખતી ઘટના: પ્રેમમાં એક ન થતા રાજકોટમાં પ્રેમીએ જેલમાં અને તરુણીએ ઘરે ગળેફાંસો ખાધો

Malay

Last Updated: 10:09 AM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની છે. પ્રેમમાં એક ન થતાં પ્રેમીએ જેલમાં અને તરૂણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ બંનેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  • રાજકોટમાં એક દુઃખદ ઘટના બની 
  • પ્રેમીના આપઘાતના પાંચમા દિવસે તરુણીએ ટૂંકાવ્યું જીવન 
  • પ્રેમીએ જેલમાં અને તરુણીએ ઘરે ગળેફાંસો ખાધો 

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરની તરુણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, લોહાનગરમાં રહેતા રણજિતભાઈ ઉઘરેજિયાની 15 વર્ષની દીકરી પ્રાચીને તેની પાડોશમાં રહેતા દીપક ચારોલિયા સાથે પ્રેમ થઈ ગયો હતો. 

તરુણીના પિતાએ નોંધાવી હતી ફરિયાદ

ગત 2 જુલાઈના રોજ બંને ઘરેથી ભાગી જતાં તરુણીના પિતાએ એ ડિવિઝિન પોલીસ સ્ટેશનમાં દીપક ચારોલિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાચી તરુણ વયની હોવાથી પોલીસે તરુણીના પિતાની ફરિયાદ પરથી અરહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે 5 ઓગસ્ટના રોજ દીપકની ધરપકડ કરી હતી અને તેને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો હતો.

યુવકે જેલમાં ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જેલમાં રહેલા દીપકે ગત 20 સપ્ટેમ્બરના રોજ જેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દીપકના આપઘાત બાદ તરુણી પ્રાચી ગુમસુમ રહેતી હતી. જે બાદ ગતરોજ પ્રાચી નિત્યક્રમ મુજબ  પાણી ભરવા ગઈ હતી, ઘણો સમય વિતવા છતાં તે ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન રણજિતભાઈના બીજા મકાનમાં પ્રાચીનો લટકતો દેહ જોવા મળ્યો હતો, જે બાદ પરિવારજનો તેને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરતા ઉધરેજિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ એ. ડિવિઝન પોલીસે  આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

committed suicide lovers suicide rajkot આપઘાત પ્રેમી-પ્રેમિકાનો આપઘાત રાજકોટ Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ