બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મને પ્રેમ હોય તો મરી દેખાડ', પ્રેમિકાનું વચન નિભાવ્યું પ્રેમીએ, પણ સુસાઈડ નોટમાં ચોંકાવનારું

પ્યાર કાજે / 'મને પ્રેમ હોય તો મરી દેખાડ', પ્રેમિકાનું વચન નિભાવ્યું પ્રેમીએ, પણ સુસાઈડ નોટમાં ચોંકાવનારું

Last Updated: 05:34 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમિકાના વચન પર એક પ્રેમીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમીથી છૂટવા માગતી પ્રેમિકાએ નાટક કરીને તેને મરવા માટે ઉશ્કેર્યો હતો.

એક પ્રેમીથી ધરાયેલી અને બીજાના પ્રેમમાં પડેલી એક મહિલાએ પોતાના પહેલા પ્રેમીથી છૂટવા માટે નાટક કરીને તેને મરવા માટે ઉશ્કેર્યો અને સાવ બુદ્ધિનો બળદિયો હોય તેમ પ્રેમી પણ પ્રેમિકાના વચન પર ગળેફાંસો ખાઈને મરી ગયો હતો પરંતુ સુસાઈડ નોટમાં સાચું કારણ લખ્યું હતું. યુપીના બાંદામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં પ્રેમ પ્રકરણના કારણે પરિણીત યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેણે સ્થળ પર છ પાનાની સુસાઈડ નોટ પણ છોડી હતી, જેમાં તેણે મહિલાને મોત માટે જવાબદાર ઠેરવીને પગલાં લેવાનું લખ્યું હતું. 22 વર્ષના પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદે રવિવારે સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. લાંબા સમય સુધી તે રૂમમાંથી બહાર ન આવતા તેનો પુત્ર જીગરને બોલાવવા ગયો હતો. અનેકવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબ ન મળતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું. પિતાને અંદર ફાંસીથી લટકતા જોઈને તેણે ચીસો પાડી. માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડી લાશ બહાર કાઢી. તલાશી દરમિયાન તેની પાસેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી.

પારસનું મહિલા સંબંધી સાથે હતું લફરુ

મૃતક પારસના નાના ભાઈ વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું કે પારસનું એક મહિલા સંબંધી સાથે ત્રણ મહિનાથી અફેર હતું.

સુસાઈટ નોટમાં શું લખ્યું

ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટમાં પારસે લખ્યું હતું કે 'મહિલા (તેની પ્રેમિકા)એ કહ્યું હતું કે જો તું મને ખરેખર પ્રેમ કરતો હોય મરીને દેખાડ તો હું સમજીશ કે તું મને પ્રેમ કરે છે. મહિલાની સલાહથી હું આત્મહત્યા કરી રહ્યો છું.

વધુ વાંચો : જુનાગઢની આબરુ કાઢી, 500 રુપિયાની લેતીદેતીમાં છરીના એક ઘાએ પડોશીને પતાવ્યો

બીજા સાથે પ્રેમમાં પડતાં પારસનો કાઢ્યો કાંટો

મહિલા બીજા કોઈ યુવાન સાથે પ્રેમમાં પડી હતી અને તેથી પારસને પોતાના માર્ગમાંથી હટાવવા માગતી હતી. તેથી તેણે લાગણીશિલતાનો ડોળ કર્યો અને પારસને મરવા માટે ઉશ્કેર્યો. સુસાઇડ નોટમાં પારસે લખ્યું છે કે તેની ગર્લફ્રેન્ડે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેણી કહે છે કે તે વાત કરી શકશે નહીં. તેના પર 70 હજાર રૂપિયાની લોન પણ છે. જે તેણે લીધો નથી. અંતે તેણે લખ્યું છે કે તે આઉટપોસ્ટ પોલીસને વિનંતી કરે છે કે તેની પ્રેમિકા અને તેના નવા પ્રેમી દયારામને ક્યારેય ન છોડે.

સંકળાયેલા મુદ્દાઓ

UP Banda Suicide Banda Paras Suicide Banda Youth Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ