બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મને તો પત્ની સામે જોવાનું ગમે છે', આનંદ મહિન્દ્રાએ SN સુબ્રમણ્યમની કરી બોલતી બંધ

90 કલાક કામને જવાબ / 'મને તો પત્ની સામે જોવાનું ગમે છે', આનંદ મહિન્દ્રાએ SN સુબ્રમણ્યમની કરી બોલતી બંધ

Last Updated: 10:37 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપનાર L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યમને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ જવાબ આપ્યો છે.

'ઘેર બેસીને પત્નીને ક્યાં સુધી ઘોર્યો કરશો' 90 કલાક કામ કરો તેવું બોલનાર L&Tના ચેરમેન એસએન સુબ્રમણ્યમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આકરો જવાબ આપીને ચૂપ કરી દીધાં છે. દિલ્હીમા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગને સંબોધિત કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા ખોટી છે, કારણ કે હું જથ્થાબંધ કામમાં નહીં પરંતુ કામની ગુણવત્તામાં માનું છું. મારો મુદ્દો એ છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કામના જથ્થા પર નહીં. તેથી તે લગભગ 48, 40 કલાકની વાત નથી, તે લગભગ 70 કલાકની નથી, તે 90 કલાકની પણ વાત નથી.

મને પત્ની સામે ઘુરવાનું ગમે છે

પત્નીને ક્યાં સુધી ઘુર્યાં કરશો આ ટીપ્પણીનો જવાબ આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર X પર છું એટલા માટે નહીં કે હું એકલો છું. મારી પત્ની અદ્ભુત છે, મને તેની તરફ જોવું ગમે છે. હું વધુ સમય પસાર કરું છું. તેથી હું અહીં મિત્રો બનાવવા માટે નથી. હું અહીં છું કારણ કે લોકો સમજી શકતા નથી કે તે એક અદ્ભુત વ્યવસાય સાધન છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા માનતા હતા કે તેમની કંપનીમાં એવા નેતાઓ અને લોકો હોવા જોઈએ જે સમજદારીભર્યા નિર્ણયો અને પસંદગીઓ કરે.

ઘેર બેસીને પત્નીને ક્યાં સુધી તાક્યા કરશો

L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે પણ આવું નિવેદન આપવા બદલ સોશિયલ મીડિયામાં નિશાન પર આવ્યાં છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારીઓને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ.

નારાયણ મૂર્તિએ શું કહ્યું હતું?

ઓક્ટોબર 2023માં નારાયણ મૂર્તિએ પણ લોકોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે ભારતના યુવાનોએ ચીન જેવા દેશોથી આગળ જવા માટે વધારાના કલાકો કામ કરવાની જરૂર છે. ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે. તેમના નિવેદન પર ભારે ચર્ચા અને વિરોધ થયો હતો. બાદમાં તેમણે કહ્યું કે 70 કલાકની સંખ્યા મહત્વની નથી, પરંતુ સખત મહેનત મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SN Subrahmanyan L&T chief SN Subrahmanyan Anand Mahindra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ