'પ્રેમ કરવો પડયો ભારે' પ્રેમીએ બદલો લેવા કર્યા લગ્ન, યુવતીનુ શોષણ કરીને પછી.....

By : vishal 09:56 PM, 09 August 2018 | Updated : 09:56 PM, 09 August 2018
અમદાવાદ શહેરમાં પણ એક યુવતી બની લવ સેક્સ ધોકાનો શિકાર થઇ છે. સરખેજમા રહેતા ભાર્ગવ પરમારે તેના પાડોશમા રહેતી યુવતીને પ્રેમજાળમા ફસાવી દગો કર્યો છે. કારણ ફકત એટલુ જ હતુ કે, યુવતીના પરિવાર અને ભાર્ગવના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝઘડાની અદાવત રાખવા તેને પ્રેમની રમત શરૂ કરી. કોલેજમા અભ્યાસ કરતી આ યુવતીનો પીછો શરૂ કર્યો અને રોમીયોની જેમ તેને પટાવવા મરવાની ધમકી આપતો. અંતે યુવતી ભાર્ગરના પ્રેમજાળમા ફસાઈ ગઇ. ત્યાર બાદ યુવતીને લગ્ન કરવા માટે સતત દબાણ કર્યુ. 

યુવતીએ પ્રેમી પર વિશ્વાસ રાખીને માતા-પિતાને છોડીને લગ્ન કરી લીધા, પરંતુ બદલો લેવાની ભાવનાથી લગ્ન કરનાર ભાર્ગવ પરમાર યુવતી સાથે અમાનવીય કૃત્ય કરતો. તેની મરજી વિરૂધ્ધ સૃષ્તિ વિરૂધ્ધનુ કૃત્ય કરીને તેનુ શોષણ થયુ. અંતે એક મહિના પછી યુવતીને છુટાછેડા આપવા માટે છોડી દીધી.  

ભાર્ગવ પરમારનો ગુનાહિત ઈતિહાસ છે. અગાઉ આનંદનગરમા અપહરણ અને મારામારીના અનેક ગુનાઓ નોંધાયા છે. તેના પિતાની સરખેજમા જાગૃતી વિધાલય નામની સ્કુલ આવેલી છે. તેમા તેઓ મેનેજીંગ ડાયરેકટર છે.

બગડેલા પુત્રને સમજાવવાના બદલે તેના પરિવારે જ બદલા લેવાના ષડયંત્રમા ભાર્ગવને સાથ આપ્યો હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો છે. યુવતી માટે પ્રેમ હવે દગો બની ગયો છે.

એક ઝઘડાની અદાવતમા તેની લાગણી અને આબરૂ સાથેની ભાર્ગવે રમત બનાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો છે. આ યુવતી હવે દરેક યુવતીને પ્રેમ નહિ કરવા અને મા-બાપને દગો નહિ આપવાની આજીજી કરી રહી છે.  

લવ સેકસ ધોકા જેવી કહાનીનો અંજામ પણ કરૂણ જ રહયો. કારણ કે, પ્રેમી માટે મા-બાપને છોડનાર યુવતીને પોતાની ભુલનુ ભાન તો થયુ, પરંતુ મા-બાપે તેનાથી મો ફેરવી દીધુ. દિકરીના કારણે મા-બાપે પોતાનુ ઈજ્જતની સાથે પોતાનુ ઘર પણ છોડવુ પડયુ હતુ.

જ્યારે આ કેસમા સરખેજ પોલીસે યુવતીના આક્ષેપો બાદ ગુનો નોંધ્યો છે પણ આરોપીઓએ આગોતરા જામીન મેળવી લેતા તેમની ધમપકડ તો ના થઈ, પણ ભાર્ગવ પરમારના આગોતરા જામીની કોર્ટે ફગાવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી.  

એક મહિનાના લગ્ન જીવનથી આ યુવતીનો લગ્ન અને પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પતિનો પ્રેમ તો સાચો નહતો, પરંતુ મા-બાપના સાચા પ્રેમને પણ આ યુવતીએ ખોઈ દીધો છે.

જેથી ભાર્ગવ જેવા નરાધમો બીજી કોઈ યુવતીઓનુ જીવન બરબાદ ના કરે માટે યુવતીએ તેને સજા અપાવવા પોલીસે સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. Recent Story

Popular Story