બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 02:15 PM, 16 January 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
સારા અલી ખાન અને કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતાં કાર્તિકે લખ્યું છે, ‘વહાં હૈ નહીં જહાં લેટે હૈં..... કહીં ઉડ રહે હૈં વીર ઔર ઝો.’ સારાએ લખ્યું છે, વીર અને ઝોને મળો. આવો અમારા વન્ડરલેન્ડમાં.
ક્યારે આવશે ફિલ્મનું ટ્રેલર?
'લવ આજ કલ' ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતાં. જેને ઈમ્તિયાઝ અલીએ જ ડિરેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મની સિક્વલ 'લવ આજ કલ'નું ટ્રેલર 17 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં કાર્તિક અને સારા સિવાય રણદીપ હુડ્ડા અને આરુષિ શર્મા પણ મુખ્ય રોલમાં જોવા મળશે. દિનેશ વિજાન અને ઈમ્તિયાઝ અલીએ મળીને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં હતો. આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.