બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાન કાર્ડ ખોવાઈ ગયું છે, તો હવે શું? ચિંતા ન કરો આવી રીતે ઓનલાઈન કરાવો રિન્યૂ
Last Updated: 10:19 PM, 13 January 2025
ભારતીયો માટે PAN કાર્ડ (પરમિનેન્ટ એકાઉન્ટ નંબર) એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તમે નોકરી કરતા હોવ કે બેંકમાંથી લોન લેવા માંગતા હોવ તો તમારે PAN કાર્ડની જરૂર પડે છે. આ સ્થિતિમાં જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય કે ક્ષતિગ્રસ્ત થયું હોય, કે તેને અપડેટ કરવા માંગતા હોવ તો તમે તેને સરળતાથી પ્રિન્ટ કે રિન્યુ કરી શકો છો. અહીંયા તમને તેની સંપૂર્ણ પ્રોસેસ જણાવીશું.
ADVERTISEMENT
સૌ પ્રથમ આવકવેરાની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
ADVERTISEMENT
પછી હોમ પેજ પર 'Reprint PAN Card' અથવા 'Request for New PAN Card' વિકલ્પ પર ક્લિક કરો.
બાદમાં તમારી નાગરિકતા પસંદ કરો અને તમારા પાન કાર્ડ માટે અરજી કરો.
ફોર્મમાં તમારો PAN નંબર, પૂરું નામ, જન્મ તારીખ અને કોન્ટેક્ટની ડિટેલ ભરો
તમે દાખલ કરેલી માહિતી રિચેક કરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
તમે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અપલોડ કરી શકો છો. તો સરનામાના પુરાવા તરીકે તમારા વીજળી બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જન્મના પુરાવા માટે તમે જન્મ પ્રમાણપત્ર અથવા 10માં ધોરણનું પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.
પાન કાર્ડ રિપ્રિન્ટ અથવા રિન્યુઅલ માટે તમારે અમુક રકમ ચૂકવવી પડશે. પેમેન્ટ થઈ ગયા બાદ તમારી અરજી સબમિટ કરાશે અને તમને એક ટ્રેકિંગ નંબર મળશે. આ ટ્રેકિંગ નંબરનો ઉપયોગ કરીને તમે તમારા પાન કાર્ડનું સ્ટેટ્સ ઓનલાઈન ટ્રેક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.